છેતરપીંડી:રાજસ્થાન જવાના બહાને ભુજમાં મિત્રની કાર લઇ યુવક છૂ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજના મુન્દ્રા રોડ પરના આઇયાનગરમાં રહેતા વયસ્ક પાસેથી તેમના મિત્રએ પરિવારજનોએ રાજસ્થાન ફરવા લઇ જવાના બહાને કાર લઇ ગયા બાદ એક માસ સુધી કાર પરત નકરી ફોન સ્વીચ ઓફ કરી દેતાં બી ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

આઇયાનગરમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા અતુલભાઇ વીઠલદાસ પોમલ (ઉ.વ.52)એ તેમના મિત્ર રાજન ઉર્ફે રાજુ ઝવેરલાલ સોની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના મિત્ર રાજુએ પરિવારજનોને રાજસ્થાન ફરવા તેમજ ધાર્મિક સ્થળોએ જવું છે.ગાડી ફ્રી હોઇ તો આપ ડીઝલ ભરાવી દેવાની વાતકરીને કારની માંગણી કરી હતી. બાદમં ગત 5 સપ્ટેમ્બરની રાત્રે ફરિયાદી પાસેથી કાર લઇ ગયો હતો. અને પાંચ દિવસ બાદ ફરિયાદીએ રાજનને ફોન કરી ગાડીની જરૂર હોઇ પરત ક્યારે આવી તેવું પુછતાં હજુ ત્રણ દિવસ લાગશે તેવી વાત કરી હતી. તે પછી થોડા દિવસ બાદ ફરિયાદીએ ફોન કરતાં માધાપર આવી ગયો છું ગાડી લઇને આવું છું તેવું જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ આરોપીઓ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતાં તેના વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...