કચ્છ જિલ્લાના કુકમા ખાતે સ્વસહાય જુથની બહેનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વસહાય જૂથોની મહિલાઓ સાથેના સીધાસંવાદમાં ઉત્સાહભેર જોડાઈ હતી. કલેકટર પ્રવિણા ડી. કે ના અધ્યક્ષ સ્થાને કુકમાના કે. જી. રાઠોડ વિદ્યાલય ખાતે વડાપ્રધાનના વર્ચુઅલી સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સીધો સંવાદમાં સહાય જૂથોની કચ્છની બહેનોએ અન્ય રાજ્યોની સ્વસહાય જુથની બહેનો દ્વારા કરવામાં આવતી ફાર્મ, કૌશલ્ય, તાલીમ ,ડેરી ઉદ્યોગ, પશુપાલન અને બેકરી ઉદ્યોગ અંગેનો પરિસંવાદ જાણ્યો હતો.
પીએમ ફોર્મલાઈજેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ એટલે પી.એમ.એફ.એમ.ઈ યોજના અંતર્ગત રાજયમાં કચ્છ, સુરેંદ્રનગર અને જૂનાગઢમાં સ્વસહાય જુથની બહેનોને અપાનારા લાભ પૈકી કચ્છમાં 88 જેટલા સ્વસહાય જુથોને રૂ. 34.80 લાખ ફાળવવામાં આવશે .જેનાથી ખાદ્ય ગૃહ ઉદ્યોગો બહેનો વિકસાવી શકશે.
આ તકે કલેકટર દ્વારા પ્રદર્શનમાં સ્વસહાય જુથની બહેનોએ તૈયાર કરેલી કામગીરી બેગ, હાથ વણાટની સાડી, શાલ વગેરે નિહાળ્યા હતા. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, અગ્રણી હંસાબેન હર્ષિયાણી, સરપંચ કંકુબેન વણકર તેમજ સંબંધિત અધિકારીઓ વગેરે તેમજ બહેનો ઉપસ્થિત રહી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.