તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તીડ:22 જૂન આસપાસ કચ્છમાં તીડનાં આક્રમણની UNની આગાહી, સોમાલિયાથી આ તીડ દરિયાઈ માર્ગે આવશે તેવી સૂચના કચ્છના તંત્રને મળી

લાખોંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ યુનિટેડ નેશન્સ દ્વારા કચ્છમાં 22 જૂન આસપાસ રણ તીડ આક્રમણ થવાની આગાહી કરવામાં આવી છે.યુનાઇટેડ નેશન દ્વારા તીડ અંગે નિયમીત બુલેટીન બહાર પાડવામાં અાવે છે.  તેમાં નવા અહેવાલમાં આ આગાહી કરાઈ હતી, જેમાં સંભવત રણ તીડ કચ્છમાં 22 જૂનથી લઈને 19 જુલાઈ વચ્ચે ગમે ત્યારે ત્રાટકી શકે છે તેવી ભીતિ દર્શાવામાં આવી છે.આ અંગે ભુજ સ્થિત તીડ નિયંત્રણ કચેરીના અધિકારી એ. એમ. બારૈયાએ જણાવ્યું કે, અમને આ આગાહીની માહિતી મળી છે, અને અમે તેને મોનિટર કરી રહ્યા છીએ.સોમાલીયાથી આ તીડ દરિયાઈ માર્ગે આવશે તેવી સૂચના મળી છે. જો કે વચ્ચે ક્યાંય રણપ્રદેશ ન હોતા શંકાને સ્થાન છે. છતાંય અમે અલર્ટ છીએ. હાલની સ્થિતિમાં રણતીડનાં બચ્ચાઓ સોમાલિયામાં ઉછરી રહ્યા છે.સામાન્યતઃ યુનાઈટસ નેશનનો આ વિભાગ તીડની પ્રકૃતિ અને તેનો વિકાસ જોઈને કેટલાક કેલ્ક્યુલેશન આધારે આ આગાહી કરતા હોય છે.    

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો