છેક લંડનથી આવ્યા મતદારો:ભુજ તાલુકાના પટેલ ચોવીસીના માનકુવા ગામમાં મતદાન માટે યુ.કે. અને નૈરોબીથી મતદારો આવી પહોંચ્યા

ભુજએક મહિનો પહેલા
  • વિદેશથી લોકો બંન્ને પક્ષે પાટીદાર ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા આવ્યા
  • NRI મહિલાઓએ મત આપવો એ દેશપ્રેમ સમાન હોવાની વાત કરી

સરહદી કચ્છ જિલ્લામાં આજે રવિવારે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાનનો આરંભ થયો છે. જેમાં સ્થાનિકો તો ઠીક પણ છેક લંડન અને નૈરોબીથી મતદારો પોત પોતાની પસંદગીના ઉમેદવારોને મતદાન કરવા પહોંચ્યા છે. જેમાં કચ્છના ભુજ તાલુકાના પટેલ ચોવીસીના માનકુવા ગામમાં મતદાન માટે મતદારો છેક યુ.કે. અને નૈરોબીથી આવી પહોંચ્યા હતા.

નોંધનીય છે કે આજે સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવા ઠંડીમાં પણ લાઈનોમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન પ્રક્રિયા વચ્ચે માનકુવાના બહાર વસતા લોકો પણ વતનમાં આવી મતદાન કરી રહ્યા છે.

નોંધનીય છે કે ભુજ તાલુકાના માનકુવા ગામે યુ.કે. અને નૈરોબીથી NRI લોકો લોકશાહીનો હિસ્સો બનવા તેમજ પોતપોતાના પાટીદાર ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવા આવી પહોંચ્યા હતા. ઉપરાંત NRI મહિલા મતદારોએ મત આપવો એ દેશપ્રેમ સમાન હોવાની વાત પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...