ક્રાઇમ:માંડવીમાં જૈન ઉપાશ્રયની દિવાલ પર લઘુશંકા કરી અભડાવાતાં ઉહાપોહ

માંડવી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકૃત કૃત્ય કરનારને રોકતાં શખ્સે આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી

માંડવીના જૈન સમાજના સાધ્વી ભગવંતના ઉપાશ્રયની દિવાલ પર એક અઠવાડીયાથી લઘુશંકા કરીને અભડાવતા શખ્સને સમાજ દ્વારા રોકવામાં આવતાં મને રોકવાની કોશિશ કરશો તો હાથ પગ ભાંગી નાખીશ તેવી ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને સલાખો પાછળ ધકેલી દઇ કાર્યવાહી કરી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ શહેરના ધબક્તા કે.ટી.શાહ રોડ સ્થિત છાપરા વાળી શેરી પાસે જૈન સમાજના સાધ્વી ભગવંતના ગૌતમ ગુણ ગુલાબ ઉપાશ્રયમાં આશ્રય લઇ રહેલા સાધ્વી વૃંદના સ્થાનક પાસે મંગળવારે વહેલી સવારના લઘુ શંકા કરી રહેલા શખ્સને પકડી પાડી પાડવામાં અાવ્યો હતો. ત્યારે જ દિક્ષા પ્રસંગે અાવેલા અેક મહિલાઅે અા શખ્સને સબક શીખવ્યો હતો. બાદમાં જૈન સમાજના અગ્રણીઓએ અા શખ્સને પોલીસેને સોંપી દીધો હતો. પોલીસ તપાસમાં લધુ શંકા કરનાર શખ્સનું નામ મામદ હુશેન સીધીક ખલીફા હોવાનું બહાર અાવ્યું હતું તથા તેની કાયદસરની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ મથકે ફરિયાદી અચલ ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુર પુનમચંદ શાહ સહિતના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો પોલીસ મથકમાં રજુઆત કરવા એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...