અકસ્માત:આદિપુરથી માતાનામઢ બાઇક પર જતા બે યુવકો અજાણ્યા વાહનની ઠોકરે ઘાયલ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ અને માધાપર ખાતે સર્જાયેલા બે માર્ગ અકસ્માતના બનાવોમાં આદીપુરથી માતાનામઢ બાઇક પર દર્શને જતા બે યુવાનોને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. તો ભુજ જયનગર ચોકડી પાસે કુતરાને બચાવવા જતાં બાઇક પરથી પટકાઇ જતાં બે યુવકો ઘાયલ થયા હતા. ચારેય યુવાનો સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

માધાપર પોલીસ ચોકી પાસે મંગળવારે રાત્રીના સાડા અગ્યાર વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં આદીપુર જયઅંબે ગેરેજની બાજુમાં રહેતા દિપક ચારણ અને રાજેશ ચારણ બન્ને જણાઓ બાઇક પર માતાનામઢ દર્શન કરવા જતા હતા ત્યારે માધાપર પાસે અજાણ્યા વાહના ચાલકે તેમની બાઇકને અડફેટે લેતાં ઇજા ગ્રસ્ત હાલતમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો, બીજી તરફ ભુજના મીરજાપર હાઇવે પ્રિન્સ રેસીડન્સ હોટલ સામેના રસ્તા પર સર્જાયેલા અકસ્માતના બનાવમાં મીરજાપર યક્ષનગરમાં રહેતા સાગર દામજી ડાંગર અને વિજય બાવાજી નામના બે યુવકો મોટર સાયકલથી જઇ રહ્યા હતા ત્યારે રોડ પર કુતરૂ આડુ ઉતરતાં તેમની બાઇક સ્લીપ થઇ જતાં બન્ને જણાઓને ઇજા થઇ હતી. હોસ્પિટલમાં ખસેડાતાં પોલીસે બનાવોની જાણવા જોગ નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

દેવપર યક્ષ નજીક પદયાત્રીને બચાવવા જતા 2 ટ્રેઇલરો અથડાયા, જાન હાની ટળી
દેવપર યક્ષ પાસે હાઈવે રોડ પર મંગળવારે રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં માતાનામઢ જતા પદયાત્રીને બચાવવા જતા એક ટ્રેઇલર સામેથી આવતા બીજા ટ્રેઇલર સાથે ધડાકા સાથે અથડાઇ ગયું હતું. ઘટનાને પગલે રોડ પર મોટું ટોળું એકઠુ થઇ ગયું હતું. જો કે, આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ બને ટ્રેઇલરોને નુકસાન થયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ ઘટના સબંધે નખત્રાણા પોલીસ મથકનો સંપર્ક કરતાં પોલીસે જણાવ્યું હતું કે, રાત્રીના બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પોલીસ મથકે આ બાબતે કોઇ નોંધ કરાવવા આવ્યું નથી.

વોંધ પાસે એસટી બસ રોડ રોલરમાં ટકરાઇ
વોંધ સામે પૂરપાટ જઇ રહેલી દાહોદ-મુન્દ્રા એસટી બસ રસ્તામાં ઉભેલા રોડ રોલરમાં ટકરાઇ હતી, જો કે સદ્દભાગ્યે કોઇને પણ ઇજાન પહોંચી ન હતી. મહિસાગરના એસટીના કન્ડક્ટર મુકેશકુમાર જયસિંગભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, દાહોદ ડેપોલની દાહોદ-મુન્દ્રા બસ લઇને તેઓ વોંધ પાસે પહોંચ્યા ત્યારે એસટી બસના ચાલક બાબુભાઇ કાળુભાઇ ડામોરે વોંધ પાસે રસ્તામાં ઉભેલા રોડ રોલરમાં અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. જો કે, આ અકસ્માતમાં સદ્દભાગ્યે કોઇને ઇજા પણ પહોંચી ન હતી.

અન્ય સમાચારો પણ છે...