તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોઝારો રવિવાર:પશ્ચિમ કચ્છમાં બે યુવતી, એક યુવકની આત્મહત્યા, અન્ય બે ના અપમૃત્યુ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પશ્ચિમ કચ્છમાં આપઘાત તેમજ અપમૃત્યુના 5 બનાવો નોંધાયા છે. બિદડામાં નવયુવાને તેમજ નાડાપાની વાડીમાં રહેતી યુવતિએ ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી, સુખપરમાં સગાઇ તૂટવાના ભયથી યુવતિએ આપઘાત કરી લીધો હતો. તો એક અજાણ્યા ઇસમે સારવાર દરમિયાન દમ તોડયો હતો અને ભુજથી સગીરા ભુલથી દવા પી ગયા બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

બિદડાના યુવકે ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું
બિદડા ગામે રવિવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં યોગેશ હરેશભાઇ સંઘાર પોતાના ઘરે લોખંડના પાઇપમાં પોતાની માતાની સાડી વડે કોઇ અગમ્યકારણોસર ફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યું હતું. યુવકના પિતા અઢી માસ પૂર્વે જ બિમારીને કારણે અવસાન પામ્યા હતા ત્યારે યુવકે માતા અને એક નાની બહેનને આખી જિંદગી રડતા છોડી અનંતની વાટ પકડી હતી.

ભુજમાં 5 દિનની સારવાર બાદ અજાણ્યા પુરુષે દમ તોડયો
શહેરની ભાગોળે ખાવડા રોડ પર એરફોર્સ સ્ટેશન નજીક બેભાન અવસ્થામાં એક પુરુષ ગત 22મીએ મળી આવતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાંચ દિવસની સારવાર લીધા બાદ રવિવારે તેણે અંતીમ શ્વાસ લીધા હતા.

સુખપરમાં મંગેતરથી હતાશા પામેલી યુવતીએ ફાસો ખાધો
સુખપરમાં રહેતી ડિમ્પલ નરેન્દ્ર જંગમ (ઉ વ ૨૨)ની સગાઇ ત્રણ વર્ષ પુર્વે હિતેશ નામક યુવક સાથે થઇ હતી, જે યુવક અવળે રસ્તે ચડી ગયો હોવાથી તેમજ અન્ય સાથે પ્રેમ સબંધ હોવાથી પરીજનોએ સગાઇ તોડી નાખવાનો નિર્ણય લેવાના હતા. જેના મનદુખે યુવતિએ રવિવારે સાંજે આપધાત કરી લીધો હતો.

નાડાપા પાસે યુવતીએ ઝાડ પર લટકી જીવ દઇ દીધો
ભુજ તાલુકાના નાડાપા વાડી વિસ્તારમાં વિનુભાઇ પટેલની વાડીમાં રહેતા મુળ પંચમહાલના ખેતમજુર પરીવારની 18 વર્ષિય પુત્રી નર્મદાબેન કનુભાઇ નાયક નામની યુવતિએ મોડી રાત્રે આંબાની ડાળીમાં સાડીના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો.

ભુજની યુવતીએ દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત
મિતલ દયારામ મહેશ્વરી (રહે. કોડકી રોડ, ભુજ)વાળી શનિવારે પોતાના ઘરે હતી ત્યારે ભુલથી જુની દવાનો ઘુટડો ભુલથી પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, એક દિવસની સારવાર કારગત નીવડી ન હતી અને તેણી રવિવારે મોતને ભેટી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો