અકસ્માત:દેશલપર (વાં)માં કાર અને ટ્રક વચ્ચે દબાઇ જતાં બે મહિલા મોતને ભેટી

દેશલપર વાંઢાય14 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક તરફ માતાનામઢના પદયાત્રીઓનો ધસારો વધી રહ્યો છે હઇવે માર્ગો ટ્રાફિક વધી ગયો છે ત્યારે ભુજ તાલુકાના દેશલપર વાંઢાય પાસે બુધવારે રાત્રીના સર્જાયેલા જીવલેણ અકસ્માતના બનાવમાં રોંગ સાઇડથી ધસી આવેલી ટ્રક અને કાર અથડાતાં બે મહિલાઓ વાહનો વચ્ચે દબાઇ જતાં સ્થળ પર કંમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. બનાવને પગલે ગ્રામજનો તેમજ પસાર થતા લોકોમાં આક્રોષ ભભૂકી ઉઠ્યો હતો. કારને સળગાવી દેવાની તૈયારીમાં હતા ત્યાં પોલીસ કાફલો સમય પર પહોંચી આવીને મામલો થાળે પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. દેશલપરવાઢાય ગામે રહેતા અંદાજીત 50 વર્ષની ઉમરના માલબાઇ ખીમજીભાઇ મહેશ્વરી અને લક્ષ્મીબેન કાનજીભાઇ ધોરીયા (મહેશ્વરી) નામના બે બહેનો વોકિંગ કરતા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે ટ્રક આવીને બન્ને બહેનોને અડફેટે લઇ સાઇડમાં ઉભેલી કાર સાથે અથડાવી દેતાં બે મહિલાઓ કાર અને ટ્રક વચે ચગદાઇ જતાં તેમનું ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર મોત નિપજ્યું હતું. મરણ જનાર માલબાઇ મહેશ્વરીનો પુત્ર જેન્તીભાઇ ખમીજીભાઇ મહેશ્વરી અબડાસા તાલુકાના સાંધણ ગામે તલાટી તરીકે ફરજ બજાવે છે જ્યારે હતભાગી લક્ષ્મીબેનનો પુત્ર ધિરજભાઇ કાનજીભાઇ મહેશ્વરી પશ્ચિમ કચ્છ પોલીસ મથકમાં એમટી વિભાગમાં ફરજ બજાવે છે બન્નેની માતાઓના સ્થળ પર મોત થતાં બને મહિલાઓને પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ઉસ્કેરાયેલા 800 જેટલા લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. અને ટ્રકને સળગાવાની તૈયારી બતાવી હતી. જો કે, માનકુવા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વાય.પી.જાડેજા અને તેમનો સ્ટાફ બે પોલીસ વાહનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો. અને મામલો થાળે પાડીને ટ્રાફિક હળવો કર્યો હતો. મહિલાઓના મોતથી પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.

નશામાં ધૂત ચાલકના પાપે ટ્રક રોંગ સાઇડમાં આવી યમદુત બની
સ્થળ પર નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો. સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવીને રોંગ સાઇડમાં હંકારી હતી. બે મહિલા પગે જતી હતી તેને અડફેટે લઇ ઘસડીને ઉભેલી કારમાં ઠોકી દેધી હતી.

અન્ય સમાચારો પણ છે...