તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નાના વરનોરામાંથી શંકાસ્પદ ગૌમાસ સાથે બે પકડાયા

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીની ટીમે પકડીને જથ્થો FSLમાં મોકલી દીધો

ભુજ તાલુકાના નાના વરનોરા ગામે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે દરોડો પાડીને એક વૃદ્ધ અને એક યુવાનને 10 કિલો શંકાસ્પદ ગૌમાસના જથ્થા સાથે પકડી પાડયા હતા. બી ડિવિઝન પોલીસ મથકે નોંધ કરાવી જથ્થાને એફએસએલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, નાના વરનોરા ગામેેથી એલસીબીની ટીમે ઉમર વલીમામદ અબડા (ઉવ.60) અને હકીમ દાઉદ મમણ (ઉ.વ.22) (રહે. બંને નાના વરનોરા)વાળાના ઘરે દરોડો પાડયો હતો, કબજામાંથી 10 કિલો શંકાસ્પદ ગૌમાસનો જથ્થો મળી આવતા એક વજન કાંટો કબજે કરી બંનેને પોલીસ મથકે લવાયા હતા. દરોડા સમયે મળી આવેલા શંકાસ્પદ ગૌમાસના જથ્થાને એફએસએલમાં મોકલી અપાયો છે જેનો રિપોર્ટ આવ્યા બાદ બંને સામે વિધીવત ફોજદારી નોંધાવાશે.

તો હાલમાં પોલીસે બી ડિવિઝન પોલીસ મથકે બનાવની જાણવા જોગ નોંધ કરાવી હતી. નોંધનીય છે કે, છેલ્લા લાંબા સમય બાદ આ વિસ્તારમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવતા, માંસનો વ્યવસાય કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. અગાઉ અનેક વખત આ ગામોમાંથી કતલખાના પકડાઇ ચુકયા છે ત્યારે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ જથ્થો કયાંથી આવ્યો અને કોની સંડોવણી છે તે બહાર આવી શકે તેમ છે.એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ દ્વારા આગળની વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો