તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:અંતરજાળમાં યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું, કચ્છમાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા

ભુજ, ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હબાયની વાડીમાં શ્રામીકે ગળે ફાંસો ખાઈ લીધો

અંતરજાળ ખાતે રહેતા 20 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવી લીધું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.આદિપુર પોલીસ મથકે ભરતભાઈ વેલજીભાઈ સોલંકીએ કરાવેલી અકસ્માત મોતની નોંધ મુજબ અંતરજાળ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 20 વર્ષિય સામજીભાઈ માલાભાઈ સોલંકીએપોતાના ઘેર બાથરૂમમાં પાઈપ સાથે દુપટ્ટો બાંધીને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હતું. . આ યુવાને કયા કારણોસર આ પગલું ભરી લીધું તે કારણ જાણવા આદિપુર પોલીસ મથકના પીએસઆઇ બી.વી.ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે.

ભુજ તાલુકાના હબાય ગામની વાડીમાં શ્રમજીવી યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.પધ્ધર પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવ બુધવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં બન્યો હતો. હબાઇ ગામની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મુજરી કરતા જખુભાઇ અલુભાઇ કોલી (ઉ.વ.45)એ કોઇ અગમ્ય કારણોસર વાડીમાં આવેલા પુલીયામાં રસ્સો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

હતભાગીને તેના ભાઇએ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત ડેથનો બનાવ દર્જ કરીને એએસઆઇ મુકેશભાઇ ડાંગીએ આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હતભાગી માનસિક બીમાર હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો