ડૂબી જતાં મોત:આદિપુરની નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે અજાણ્યા કિશોરના મોત, ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓળખ મેળવવા સોશિયલ મીડિયાનો સહારો લેવામા આવ્યો

કચ્છના આદિપુરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે બે અજાણ્યા બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ દ્વારા બંને બાળકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યા છે. સાથે બંને બાળકોની ઓળખ મેળવવા પણ તજવીજ હાથ ધરવામા આવી છે.

આદિપુર નજીકના શનિ મંદિર પાસે આવેલી નર્મદા કેનાલમાંથી અજાણ્યા બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે. પસાર થતા કોઈ વ્યક્તિનું ધ્યાન જતા બનાવોની જાણ પોલીસમાં કરાઈ હતી. જેના પગલે અંજાર પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી એક 10 વર્ષના અને બીજા 14 વર્ષના બાળકોના મૃતદેહોને તરવૈયાઓની મદદથી કિનારે લાવી પીએમ માટે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંજાર પીએસઆઇ સીબી રાઠોડે બાળકોની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે. આ વિશે બાળકોની ઓળખ મેળવવા સોસીયલ મીડિયામાં પણ જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...