તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વાસઘાત:કંડલાથી 8 લાખ રૂપિયાનો કોલસો લઈ નીકળેલા બે ટ્રક ડ્રાઈવર ગુમ થતા પોલીસ ફરિયાદ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ દિવસ સુધી ઘટનાસ્થળે ના પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ

કચ્છમાં ચોરી, છેતરપિંડી અને હવે વિશ્વાસઘાતના બનાવો વ્યવસાયિક પ્રતિસ્થાનો પર બની રહ્યા છે. જે જિલ્લામાં ચિંતાજનક બાબત તરીકે ઉભરી રહી છે. ગઈ કાલે ટ્રક ડ્રાયવર દ્વારા 21 લાખના સોયાબીન તેલની છેતરપિંડી કર્યા બાદ આજે પૂર્વ કચ્છના પોલીસ મથકે વિશ્વાસઘાત ની ફરિયાદ દાખલ થઈ છે.

અમદાવાદના બોપલમાં રહેતા અને ગાંધીધામ ન્યુ કચ્છ આર્કેડમાં ઊંચી ગુણવંતાના કોલસાનો વ્યવસાય કરતી કંપનીના માંલિક જીગ્નેશ ગોસલિયાએ કંડલા મરીન પોલીસ મથકે ભાડાની ટ્રક મારફતે ઉત્તર પ્રદેશ મોકલેલા રૂ. 7.56 લાખનો 78.020 મેટ્રિક ટન યુ.એસ. કોલસાનો જથ્થો નિયત સ્થળે ન પહોંચાડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ બન્ને ટ્રક ડ્રાયવરો વિરુદ્ધ નોંધાવી છે.

ફરિયાદી ગંધીધામ ન્યુ આર્કેડ ખાતે શુભમ કોર્પોરેશન નામની કંપની ધરાવે છે. જે કંડલા, મુન્દ્રા અને તુંણા પોર્ટમાંથી કોલસા ખરીદી અલગ અલગ ભઠ્ઠાઓમાં વેંચાણ કરે છે. તે મુજબ ઉત્તર પ્રદેશની શ્રી બાલાજી એન્ટરપ્રાઇઝના મલિક અંકિત માલિએ યુ.એસ. કોલસાનો ઓર્ડર આપ્યો હતો. આ માટે જુના આરકેડ ખાતે આવેલા ગોદારા રોડવેજની બે ટ્રક મારફતે કોલસો પહોંચાડવા આપ્યો હતો પરંતુ ટ્રક ન. RJ14 GE 8528 ના ડ્રાયવર દિલબાગસિંઘ રુદલા અને RJ52 G 5446 ના ડ્રાંયવર નાનુરામ યાદવે આજ દિન સુધી ન પહોંચાડીને વિશ્વાસ ઘાતકર્યાની ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...