તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરા ધ્રુજી:કચ્છના ભચાઉમાં આજે 3 કલાકના ગાળામાં ભૂકંપના બે આંચકા નોંધાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ આંચકો 2.2 અને બીજો આંચકો 3 રિકટર સ્કેલનો નોંધાયો

કચ્છમાં ધરતીકંપના આંચકાનો સિલસિલો હજુ સુધી યથાવત રહેવા પામ્યો છે, આજે બપોરે 4.14 કલાકે 2.2ની તીવ્રતા નો અને સાંજે 7 વાગ્યે 3ની તીવ્રતા નો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો છે. ભચાઉથી 11 કીલો મીટર દૂર ભૂંકપનું કેન્દ્ર બિંધુ ધરાવતો વધુ એક આફ્ટરશોક આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

કચ્છમાં એક તરફ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ધરતીકંપના આફ્ટરશોક આવતા લોકોની ચિંતા બેવડાઈ જવા પામી છે. ઝોન 5માં આવતા કચ્છ વિસ્તારમાં ભૂકંપના નાના મોટા આંચકા સદીઓથી આવતા રહ્યા છે ખાસ કરીને 2001ના મહા ભુકંપ બાદ આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આજના આંચકાની અસર ભચાઉ આસપાસના વિસ્તારોમાં વર્તાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...