તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હાજીપીર ચોકડી પાસે મંજુરીથી વધુ મેટલ પરિવહન કરાતા બે ટ્રેઇલર, 1 ડમ્પર સીઝ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ તંત્રે ચેકિંગ વેળાઅે ટીમને વાહનો દેખાતા 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

છેલ્લા બે સપ્તાહથી ખાણ ખનીજની ટીમ સતત ચેકિંગમાં હોવાથી રોયલ્ટી કરતા વધુ જથ્થો પરીવહન કરી તેમજ પાસ-પરમીટ વગર ખનીજ લઇ જતા વાહનો ઝપટે ચડતા હોય છે, ત્યારે હાજીપીર ચોકડીથી અાર્ચીયન કંપની પાસે ચેકિંગમાં ટીમ હતી ત્યારે મંજુરી (રોયલ્ટી) કરતા વધુ મેટલ પરીવહન કરાતા બે ટ્રેલર અને અેક ડમ્પરને સીઝ કરી 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ભુસ્તરશાસ્ત્રીની સૂચનાથી પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમ લખપત અને અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી તે વેળાઅે હાજીપીર ચોકડીથી અાર્ચીયન કંપની તરફ મેટલ પરીવહન કરી જઇ રહેલા બે ટ્રેલર અને અેક ડમ્પરને રોકાવી ચેક કરતા માલ પરીવહન કરાતુ હોવાનું ધ્યાને અાવ્યું હતું. જે માલની રોયલ્ટી હતી પણ રોયલ્ટીની ક્ષમતા કરતા વધુ મેટલ ભરવામાં અાવી હતી.

રોયલ્ટી ઇન્સ્પેકર અે. બી. વાઢેર અને માઇન્સ સુપરવાઇઝર બી. અેસ. વાલસુરાઅે માહિતી અાપતા જણાવ્યું હતું કે, ચેકિગ ટાણે ત્રણ વાહનો મેટલ પરીવહન કરી અાર્ચીયન કંપની તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમને રોકાવાયા હતા, ત્રણેય વાહનો સીઝ કરવામાં અાવ્યા હતા, અંદાજે 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં અાવ્યો હતો.

તો બીજી તરફ ખાણ ખનીજ તંત્રની ટીમે ગત સપ્તાહે માધાપર પાસેથી જીજે 12 અેક્સ 3985 નંબરની ટ્રકમા પાસ પરમીટ, રોયલ્ટી વગર બ્લેકટ્રેપ ખનીજનું પરીવહન કરાતુ હોવાથી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી અને ટ્રેલર નંબર જીજે 12 અેઝેડ 5396 માં રોયલ્ટી કરતા વધુ બેન્ટોનાઇટ ખનીજ પરીવહન કરાતા અોવરલોડ પેટે 2.19 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં અાવ્યો હતો. તો ગત રાત્રે નખત્રાણા તથા માંડવી પંથકમાં ખનીજ વિભાગની ટીમ તરફથી અાકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...