અકસ્માત:લખપતના દયાપર પાસે પવનચક્કીના સાધન લઈ જતા બે ટ્રેલર અથડાતા અકસ્માત, વાહન વ્યવહાર ખોરવાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક ટ્રેલર વચ્ચેથી ભાંગી પડતા બે ટુકડા થઈ ગયા
  • ટ્રેલરમાં રખાયેલા પવનચકીના કિંમતી સાધનોમાં મોટું નુકસાન

લખપતના દયાપર પાસેના માર્ગ પર આજે સવારે પવનચક્કીના પુરજા લઈ જતા બે મહાકાય ટ્રેલર સામ સામે ટકરાઈ જતા માર્ગ પરથી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક ટ્રેલર વચ્ચેથી ભાંગી પડતા બે ટુકડા થઈ ગયા હતા અને માર્ગની વચ્ચે અટકી પડ્યા હતા. જેને લઈ માર્ગ બંધ થઈ જતા પસાર થતા વાહનો અટવાઈ પડ્યા હતા. બપોર બાદ મહામહેનતે નાના વાહનો પસાર થઈ શક્યા હતા. જોકે, સવારે દયાપરથી નરા તરફ જતી એસટી બસને પરત જાઉં પડ્યું હતું.

જિલ્લાની સાથે લખપત તાલુકામાં પણ પવનચક્કી નિર્માણ અને લગાડવાનું કાર્ય પુર ઝડપે ચાલી રહ્યું છે. આ માટે પવનચકીના સાધનોનું પરિવહન કરતા મહાકાય ટ્રેલરના અવારનવાર અકસ્માતના બનાવો બનતા ટ્રાફિક સમસ્યા ઉદભવતી રહે છે. આજે પણ આજ પ્રકારના બે મહાકાય ટ્રેલર વચ્ચે ટક્કર થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. અકસ્માત આજે સવારે દયાપરથી 8 કિલોમીટર દૂર નરા તરફના માર્ગે બન્યો હતો. જેમાં પાછળ તરફ રિવર્સમાં ટ્રેલર પવનચક્કીના સાધન લઈ આવતા અન્ય ટ્રેલર સાથે અથડાઈ પડ્યું હતું અને વચ્ચેથી ભાંગી પડ્યું હતું. જેના કારણે ટ્રેલરમાં રખાયેલા પવનચકીના કિંમતી સાધનોમાં મોટું નુકસાન થયું હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...