તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:કર્ણાટકના બે ઠગોએ માંડવીના ખજુરના વેપારીને 14 લાખમાં નવડાવી નાખ્યો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રેડર્સ માલિકે આઠ માસ પૂર્વે 11.50 લાખનો જથ્થો લઇ 6.40 લાખ ન ચૂકવ્યા
  • બીજા શખ્સે 12 દિવસ પૂર્વે ખજુરનો જથ્થો લઇને 7.51 લાખની છેતરપિંડી કરી

માંડવીના સલાયામાં રહેતા અને રાયણ ગામ પાસે ખજુરની ફેકટરીના માલિક સાથે કર્ણાટકના બે શખ્સોઅે છેતરપિંડી કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ફલક ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કર્ણાટકના માલિકે અાઠ માસ પૂર્વે 11.50 લાખ રૂપિયાનો ખજુરનો જથ્થો લઇ ગયા બાદ 6.40 લાખ ચુકવ્યા ન હતા તો બીજા શખ્સે બાર દિવસ પહેલા 7.51 લાખનો ખજુરનો જથ્થો લીધા બાદ નાણા ન ચૂકવી છેતરપિંડી કરી હતી.

સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુસ્તાક ઇશા થૈમ (રહે. સલાયા, તા. માંડવી)વાળાઅે ફલક ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કંપનીના માલિક ફઝલ અહમદ હશન (રહે. હાસન કર્ણાટક) અને ઝીસાન પાસા (રહે. હાસન કર્ણાટક) સામે છેતરપિંડીની કલમો તળે માંડવી પોલીસમાં ફોજદારી નોંધાવી હતી.

અાઠેક માસ પૂર્વે મુંબઇના નુરમહોમદ હાજીવલીમામદ સન્સના રફીકભાઇ મેમણે ફલક ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કર્ણાટકના માલિકને ખજુરનો જથ્થો જોઇતો હોવાની વાત કરી હતી જેથી તેના માલિકે 11,40,000 લાખ રૂપિયાનો ખજુરનો જથ્થો મોકલાવાયો હતો, બાદમાં અા વેપારીઅે ખજુરના નાણા પેટે બાકી રહેતા 6.40 લાખ ચુકવ્યા ન હતા.

તો બીજી તરફ, મુંબઇના નુરમહોમદ હાજીવલીમામદ સન્સના રફીકભાઇ મેમણે વીસેક દિવસ પૂર્વે કર્ણાટકના ઝીસાન પાસા નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો અને ખજુરનો વ્યવસ્યા કરતો હોવાથી તેને ખજુર મોકલવાની વાત કરી હતી જેથી ઝીસાન પાસા (રહે. હસન, કર્ણાટક)ને 7,51,856 લાખ રૂપિયાનો જથ્થો મોકલાવાયો હતો, તેણે રૂપિયા ન મોકલવાની છેતરપિંડી કરી હતી.અામ, બંને ઠગો સામે માંડવી સલાયાના ખજુર ફેકટરીના માલિકે માંડવી પોલીસમાં છેતરપિંડીની ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...