દુષ્કર્મ:ભુજમાં 20 વર્ષીય પરિણીતા પર બે શખ્સોએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યું

ભૂજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે મદદગાર સહિત ચાર આરોપી ફરાર

ભુજ શહેરના સંજોગ નગર ખાતે શનિવારની રાત્રે અંદાજિત 12 વાગ્યાની આસપાસ ચાર શખ્સોએ ઘરમાં ઘૂસીને એકલી રહેલી 20 વર્ષીય પરિણીતા પર બે શખ્સોએ ગળાના ભાગે છરી રાખી હતી. અને અન્ય બે શખ્સોએ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને ફરાર થઈ ગયાની સનસનીખેજ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

ભોગ બનનાર પરિણીતાને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી

જેમાં બનાવ સમયે યુવતીનો પતિ નજીકના જાહેર ચોકમાં બેઠો હતો. ત્યારે તેની પત્નીએ ફોન કરીને આપવીતી જણાવી હતી. બનાવ બાદ ભુજ એ ડિવિઝન મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે ભોગ બનનાર પરિણીતાને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે આજ સપ્તાહમાં મહેરઅલી ચોકમાં દાબેલીના ધંધાર્થી દ્વારા સગીરાની છેડતીનો બનાવ બન્યો હતો. ત્યારે આ પ્રકારની ઘટનાથી મહિલા સુરક્ષાના પ્રશ્નો ખડા થયા છે.

અન્ય સમાચારો પણ છે...