અપહરણ:થરાવડાની બે સગી બહેનોનું લગ્નની લાલચે અપહરણ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દીકરીઓ એકસાથે ગુમ થતાં પિતાઅે અજાણ્યા ઇસમો સામે નોંધાવી ફોજદારી

ભુજ તાલુકાના નાના થરાવડા ગામે રહેતી બે સગી બહેનો ગામની અન્ય મહિલાઅો સાથે ચાંદ્રોડા ગામે ખેતરે મજુરી કામે ગઇ હતી, રવિવારે સવારે ગયા બાદ બપોરે ગામની મહિલાનું પિતાને ફોન અાવ્યો કે બંને બહેનો દેખાતી નથી. તો ગામના બે અાહિર યુવાનો પણ ગુમ હોવાની વાત જાણવા મળી હતી.

બે અજાણ્યા ઇસમો સામે પિતાઅે 16 વર્ષીય અને 18 વર્ષીય પુત્રીનું લગ્નની લાલચે અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પદ્ધર પોલીસ મથકે પિતાઅે બે સગી બહેનોના અપહરણ અગે નોંધાવેલી ફોજદારી મુજબ, મોટી પુત્રી 18 વર્ષીય અને નાની પુત્રી 16 વર્ષની છે. બંને બહેનો ગામની અન્ય મહિલાઅો સાથે ખેતરમાં મજુરી કામ માટે જાય છે.

રવિવારે સવારે બંને બહેનો ખેત મજુરીઅે ચાંદ્રોડા ગઇ હતી, ત્યારે બપોરે અેક મહિલાનો ફોન અાવ્યો કે બંને બહેનો દેખાતી નથી, જેથી પિતા ત્યાં પહોંચી જઇ અાસપાસમાં તપાસ કરી હતી. બાદમાં સાંજે ગામના બે અાહિર યુવકો પણ ગુમ હોવાની વાત સાંભળવા મળી હતી. પિતાઅે 16 વર્ષીય સગીર અને 18 વર્ષીય યુવતીનું લગ્નની લાલચ અાપી અપહરણ કરી જનારા બે અજાણ્યા ઇસમો સામે પદ્ધર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ઇસમોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...