તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બે આર.ટી.ઓ. અધિકારી વચ્ચે તપાસના કાગળો મુદ્દે તૂ તૂ મેં મેં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસના ડિએ કેસના રિપોર્ટમાં દોષનો ટોપલો અગાઉના અધિકારી પણ ઢોળાતા વિવાદ થયો
  • વર્તમાન અધિકારીએ પોતાની પાસે રાખેલા ચાર્જ નીચલા કર્મચારીઓને સોંપી દીધા

ત્રણેક વર્ષ પૂર્વે બસના ડિઅે કેસ મુદ્દે ગેરરિતી થતા કમિશનર કક્ષાઅેથી તપાસના અાદેશ વછૂટયા હતા, જેના રિપોર્ટ હજુ સુધી ચાલુ છે. થોડાક મહિના પૂર્વે અગાઉના આર.ટી.અો. અને હાલના અધિકારી વચ્ચે રિપોર્ટ મુદ્દે તૂ તૂ મેં મે થઇ હતી. દોષનો ટોપલો રિપોર્ટમાં તેમના પર ઢોળી દેવાયો હતો જેના લીધે વિવાદ વકર્યો હતો. દરમિયાન અધિકારીઅે પોતાની પાસે રહેલા તમામ ચાર્જ નીચલા અધિકારીને સોંપી દીધા હતા. ત્રણ વર્ષ પૂર્વે બે અાર.ટી.અો. અધિકારી હતા, જેમાંથી અેક સામે બસના ડિઅે કેસ મુદ્દે તપાસ બેસાડાઇ હતી, જે હાલના અાર.ટી.અો. અધિકારી સાથે સારા સબંધ છે.

જે તે સમયે કમિશનર કક્ષાઅેથી તપાસના અાદેશ વછુટયા હતા, બાદમાં બંને અધિકારીઅોની બદલી થઇ ગઇ હતી. થોડાક મહિના પૂર્વે તે બસના ડિઅે કેસનો રિપોર્ટ કરવામાં અાવ્યો હતો જેમાં મિત્રને બચાવી અન્ય અધિકારી પર દોષનો ટોપલો ઢોળી દેવાયો હતો. વાંક વગર દોષનો ટોપલો જૂના અધિકારી પર ઢોળી દેવાતા હાલના અધિકારીને ફોન કર્યો હતો, જે બંને વચ્ચે તૂ તૂ મેં મેં થઇ હતી. થોડા દિવસો વિવાદ ચાલ્યા બાદ અંતે મામલો થાળે પડી ગયો હતો.

બે સમકક્ષ અધિકારીઓના મતભેદના લીધે કચેરીમાં બનતી જ નથી
અગાઉ બે અે.અાર.ટી.અો હતા, જેમની વચ્ચે અનેક વખત બોલાચાલી તેમજ તૂ તૂ મેં મેં થતી હતી. જો કે, તે સમયે મુખ્ય અધિકારી યોગ્ય કારણોસર અવાર નવાર તેને ટોકતા રહેતા હતા. બીજી તરફ, હાલ બે સમકક્ષ અધિકારીની પણ કચેરીમાં બનતી નથી. સુરજબારી પાસે ચેકિંગ માટે મુકી દેવાયા બાદ બંને વચ્ચે મતભેદ ઉભા થયા હતા. અામ, અગાઉના બે અધિકારી વચ્ચે બસના ડિઅે કેસ કારણભૂત હતા, તો હાલના બે અધિકારીના મતભેદ વચ્ચે સુરજબારી ચેકિંગની કામગીરી કારણભૂત છે.

અન્ય સમાચારો પણ છે...