તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું બે રોકટોક વેંચાણ અબોલ જીવો માટે જોખમી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો પગલાં નહિ લેવાય તો સંસ્થા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી

રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઈડ લાઈન મુજબ 30 માઇક્રોન્સ નીચેના પ્લાસ્ટિક બેગનું વેંચાણ કરવા પર પ્રતિબંધ છે. છતાં પણ બધી જ જગ્યાએ બે રોકટોક વેંચાય છે. નગરપાલિકા અને સંલગ્ન કચેરીઓ દ્વારા માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, અને સંતોષ માની લે છે. વાસ્તવમાં ઠોસ પગલાં લેવામાં આવે તો જ પરિણામ આવે.

બે વર્ષ અગાઉ ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય અને સુધરાઈના સત્તાધીશો દ્વારા શહેરના વાણિયાવાડ જેવા વિસ્તાર કે જ્યાં શાકભાજી વિક્રેતાઓ છે તેમને પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલા વેંચાણ ન કરવા ગાંધીગીરી કરી ફૂલ આપી અને 30 માઇક્રોનથી વધુ જાડાઈના બેગ વાપરવા સમજાવ્યા હતા, ત્યારબાદ પ્લાસ્ટિક હટાવ ઝુંબેશનું સુરસુરિયું થઈ ગયું એવા આક્ષેપ સાથે જાગૃત અધિકાર મંચ જણાવે છે કે, અત્યાર સુધી કોઈ પરિણામલક્ષી કામગીરી નથી થઈ.

જો સદંતર બંધ કરાવવા હોય તો મોટા વેપારીઓ કે જે આ ઝબલાના સપ્લાયર છે, તેમને ત્યાં જથ્થો જપ્ત કરવો જોઈએ. હાલ નગર પાલિકાની નવી બોડી ઉત્સાહથી કાર્ય કરી રહી છે,અને સો દિવસમાં કરેલા કાર્યોના લેખા જોખા પણ શહેરીજનો સમક્ષ મૂક્યા છે, તેવામાં આ કાર્ય પણ કરવું જોઈએ.

શહેરમાં રહેવાસીઓ, ગૃહિણીઓ વેપારીઓ વગેરે દ્વારા પ્લાસ્ટિકમાં એંઠવાડ એકઠો કરી ફેંકે છે, તેમજ સુકો તેમજ લીલો કચરો આવા પ્લાસ્ટીકના ઝબલાઓમાં એકત્ર કરી ફેંકવામાં આવે છે. જેને રખડતી ગાયો આરોગતા શરીરમાં પ્લાસ્ટિક એકઠું થાય છે, અને આખરે તડપતા મોતને ભેટે છે. જીવદયા પ્રેમીઓ અબોલ પશુઓની માવજત કરે છે તો સામે પક્ષે શિક્ષિત પણ એવા લોકો કે જેઓ બેજવાબદાર છે તેઓ આવી પ્રવૃત્તિ કરે છે. તેમને પણ દંડવા જોઈએ. મંચ દ્વારા સુધરાઇ પ્રમુખને ચીમકી અપાઈ હતી કે, નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેંચાણ બંધ કરાવવામાં આવે નહીંતો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...