ધરપકડ:કનૈયાબે પાસેથી 53 કિલો ચોરાઉ કોપર વાયર કારમાં લઇ જતા 2 શખ્સ પકડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના કનૈયાબે ગામ પાસેનાં રોડ પરથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમની ટીમે કારમાં શંકાસ્પદ ચોરાઉ 53 કિલો કોપર વાયરના જથ્થા સાથે કનૈયાબે ગામના બે ભાઈઓને ઝડપી પડયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કનૈયાબે ગામથી ભુજ તરફ આવતી કારને બાતમીના આધારે અટકાવી કારમાં સવાર શબ્બીર કાસમશા શેખ અને નજીર કાસમશા શેખના કબ્જાની કારમા રહેલ 53 કિલો કોપર વાયરનો જથ્થો કિંમત રૂપિયા 26,500 ના આધાર પુરાવાઓ બાબતે પૂછતાં બને યુવક પાસે કોઈ આધાર પુરાવાઓ ન હોવાથી એલસીબીએ વાયરનો જથ્થો કાર અને 10 હજારના 2 મોબાઈલ સહિત 1,37,500નો મુદામાલ સીઆરપીસી કલમ 102 મુજબ કબ્જે લઈ બને આરોપી ભાઈઓની સીઆરપીસી કલમ 41(1) ડી મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...