તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ગાંધીધામ શહેરમાં ડ્રેનેજ પમ્પ હાઉસના કૂવામાં પડી જતા બે વ્યક્તિના મૃત્યુ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેનેજ સિસ્ટમના કાર્ય માટે પેટા કોન્ટ્રાક્ટરના સુપરવાઈઝર અને મજૂરનું અકસ્માતે મોત
  • પોલીસે તપાસ હાથ ધરી

પૂર્વ કચ્છના વિકસિત ગાંધીધામ શહેરમાં આજે સોમવારે બપોરે બસ સ્ટેશન નજીક આવેલા નગર પાલિકાના ડ્રેનેજ સિસ્ટમના પંપિંગ હાઉસના કૂવામાં અકસ્માતે બે લોકો પડી ગયા હતા. જેથી એક મજૂર અને સાથેના સુપરવાઇઝરનું સંભવિત ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હોવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવના પગલે ગાંધીધામ અને કંડલા પોર્ટની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, બન્ને હતભાગી મૃત હાલતમાં જોવા મળ્યા હતા. ટીમે મૃતદેહોને બહાર કાઢી રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ હકિકત બહાર આવશે
ગાંધીધામ નગર પાલિકાની ડ્રેનેજ સિસ્ટમનું પંપિંગ હાઉસ બસ સ્ટેશન નજીક આવેલું છે. જેની દેખરેખનો કોન્ટ્રાક્ટ વેલસ્પન કંપનીને આપવામાં આવ્યો છે. તેમજ કંપનીએ પેટા કોન્ટ્રાક્ટ સિદ્ધાર્થ એસોસીએટને આપ્યો હતો. જેના 30 વર્ષીય સુપર વાઇઝર મુકેશ ડાયાભાઇ ચાવડા અને 20 વર્ષીય મજૂર ગુરુપ્રસાદ અકસ્માતે ડ્રેનેજ પ્લાન્ટમાં પડી જતા મૃત્યુ પામ્યા હતા. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ જાણી શકાશે કે બન્નેના મૃત્યુ ગૂંગળાઈ જવાથી થયા છે કે માથાના ભાગે ઇજા પહોંચવાથી.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધ્યો
સૂત્રોના જણાવ્યાં અનુસાર ગુરુપ્રસાદની કોઈ વસ્તુ પ્લાન્ટના કૂવામાં પડી જતા તે લેવા માટેના પ્રયાસમાં તે અકસ્માતે કૂવામાં પડી ગયો હતો. જેને બચાવવા જતા સુપર વાઇઝરનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ આસપાસની વ્યાવસાયિક પ્રતીસ્ઠાન ધરાવતી કચેરીના લોકોએ નગર પાલિકામાં કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...