તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટારુઓ બેખૌફ:લખૂરાઇ ચાર રસ્તે યુવાન પર છરીથી હુમલો કરી બે શખ્સે 5.71 લાખ લૂંટી લીધા

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ભુજમાં ભરબપોરે ખાનગી કંપનીના કર્મી સાથે લૂંટના બનાવથી સનસની મચી
  • કાળું માસ્ક સફેદ ટીશર્ટ પહેરેલા લુટારા બાઇક લઇ ફરાર થઇ ગયા

ભુજના લખુરાઇ ચાર રસ્તા પર બુધવારે ભર બચોરે યુવાનને બાઇક પરથી ભગાવી છરીથી હુમલો કરીને બે અજાણ્યા શખ્સોએ રૂપિયા 5.71 લાખની લૂંટ ચલાવીને બાઇક પર નાસી જતાં સનસની મચી જવા પામી છે. બનાવને પગલે બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર ધસી જઇને લૂટારાઓનું પગેરૂ મેળવા તપાસ તેજ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે દોઢ વાગ્યાના અરસામાં લખૂરાઇ ચાર રસ્તા પર ઇન્ટાકાર્ડની ઓફિસ બહાર રોડ પર બન્યો હતો. ભુજની જુની રાવલવાડીમાં રામદેવપીરના મંદિર પાછળ વણકરવાસમાં રહેતા અને સીએમએસ કંપની (કેસ મેનેજમેન્ટ સર્વિસ)માં નોકરી કરતા હિરેનભાઇ જેમલભાઇ પાયણ (ઉ.વ.24) પોતાની મોટર સાયકલથી અલગ અલગ કંપનીઓ અને પેટ્રોલ પંપ પરથી રોજનો વકરો લેવા નિકળ્યા હતા. દરમિયાન લખૂરાઇ ચાર રસ્તા પર ઇસ્ટાકાર્ડની ઓફિસની બહાર તેની પાસે બેગમાં 5,71,213 રૂપિયાની રોકડ બેગમાં હતી. તે વખતે રોડની સાઇડ પર મોઢા પર માસ્ક પહેરેલા સફેદ કલરના ટીશર્ટ પહેરેલા બે અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કરીને ફરિયાદીના હાથમાંથી થેલો ઝુંટવી લીધો હતો. દરમિયાન ફરિયાદીને છરીનો ઘા મારી ઇજા પહોંચાડીને રૂપિયા ભરેલો થેલો લીધો હતો. બાદમાં અજાણ્યા શખ્સો થેલામાં રહેલા રૂપિયા 5,71,213 તેમજ 30 હજારનો મોબાઇલ મળીને 5,74,213 સાથેનો થેલો લઇ બાઇકથી ફરાર થઇ ગયા હતા. બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઇ આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

ચાલુ ગાડીએ ફરીયાદીનો હાથ ખેંચી નીચે પાડી દીધો
લૂંટારાઓએ ફરિયાદીને હાથનો ઇશારો કરીને બાઇક રોકવા કોશીશ કરી હતી. ફરિયાદીએ બાઇક ન રોકતાં આરોપી શખ્સોએ ફરિયાદીનો ચાલુ બાઇકે હાથ ખેંચી નીચે પાડી દિધો હતો. જેને કારણે ફરિયાદીનો શર્ટ ફાટી ગયો હતો.

છરીના બીજા ઘા ના ડરથી ફરિયાદીએ થોલો લૂંટારાને આપી દીધો
ઝપાઝપી બાદ પણ ફરિયાદીએ લુંટારાઓ સામે પ્રતિકાર કરતાં આરોપીઓએ છરીનો એક ઘા મારી કચ્છ ભાષામાં થેલો આપી દેવાનું કહી બીજો ઘા મારવા જતાં ડરના માર્યા ફરિયાદીએ પોતા પાસે રહેલો રૂપિયા ભરેલો થેલો આરોપીને આપી દીધો હતો.

હરામખોરોનો પીછો કર્યો પણ કોઇ હાથ ન લાગ્યા
છરીના ઘાથી ઘાયલ ફરિયાદીએ ઓફિસના સુપરવાઇઝરને ફોન કરી બોલાવ્યા હતા. અને બન્ને જણાઓ બાઇકથી લખૂરાઇ ચાર રસ્તાથી નાગોર ફાટક સુધી આરોપીઓનો પીછો કરી શોધખોળ કરી હતી પરંતુ કોઇ અતો પતો ન લાગતાં આખરે પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...