કોરોના વકર્યો:અંજાર અને રાપરમાં વધુ બે પોઝિટિવ કેસ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવાળી પછી કચ્છમાં કોરોનાના એકાંતરે એકલ-દોકલ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે સતત બીજા દિવસે જિલ્લામાં સંક્રમણનો દોર જારી રહ્યો હતો.બુધવારે જિલ્લામાં વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં અંજાર શહેર અને રાપર તાલુકામાં કોરોનાના એક-એક કેસ નોંધાયો હોવાનું જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું હતું.

અંજારમાં કેરળથી નોકરી કરી પરત વતન આવેલા યુવાનને કોરોનાના લક્ષણો જણાઈ આવતા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં નવા બે પોઝીટીવ કેસ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ત્રણ પર પહોંચી ગયો છે.એક દિવસમાં બે કેસ સાથે રાજ્યમાં કચ્છ છઠ્ઠા ક્રમે રહ્યું હતું.દરમ્યાન અત્યારસુધી કચ્છમાં કોરોનાના કુલ 12 હજાર 650 કેસ નોંધાઈ ચૂક્યાં છે.આ બીમારીથી બચવા માટે લોકો માસ્ક પહેરીને રાખે અને વેકસીન મુકાવે તે જરૂરી છે.બીજી તરફ,બુધવારે 19 હજાર 257 લોકોનું રસીકરણ કરાયું હતું. હાલમાં જ્યારે ડેન્ગ્યું, ચિકનગુનિયા સહિતની બિમારીના કેસો વધી રહ્યા છે, ત્યારે સાવચેતિ રાખવી અનિવાર્ય બની ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...