તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં નાણાકીય ગેરરીતિ મુદ્દે અંતે પોસ્ટ માસ્ટર જનરલે મોઢું ખોલ્યું હતું અને ગેરરીતિનો આંક 8.25 કરોડથી વધી જશે તેવી શક્યતા દર્શાવી હતી, જેના બીજા દિવસે ટપાલ વિભાગના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાના હેવાલ મળી રહ્યા છે, જેને સત્તાવાર રીતે સમર્થન મળી રહ્યું છે.
શહેરની રાવલવાડી પોસ્ટ ઓફિસમાંં લાંબા સમયથી ચાલતા નાણાકીય કૌભાંડમાં ટપાલ વિભાગના એજન્ટ અને કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું ખુદ પી.એમ.જી.એ કહ્યું હતું. આ પ્રકરણમાં અગાઉ એક સબ પોસ્ટ માસ્ટર બિપીનચંદ્ર આર. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે તેવામાં વધુ બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હોવાના હેવાલ સૂત્રોમાંથી મળી રહ્યા છે.
પોસ્ટ ઓફિસના અન્ય સબ પોસ્ટ માસ્ટર વિનય દેવશંકર દવે અને બટુકભાઇ જીતેન્દ્રરાય વૈષ્ણવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે પોસ્ટ ઓફિસના અધિક્ષક મહેશ પી. પરમારનો સંપર્ક સાધતા તેમણે પણ બે કર્મીઓને સસ્પેન્ડ કરાયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. સૂત્રોનું માનીએ તો ડીજીની ટીમ પણ આ મુદ્દે તપાસ માટે આવે તેવી શક્યતા છે.
એજન્ટ સામે કોઇ પગલા નહીં ને કર્મીઓ બલીનો બકરો ?
ટપાલ વિભાગના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડ બહાર આવ્યા બાદ ટપાલ વિભાગના 3 કર્મચારીઓનો ભોગ લેવાયો છે. જો કે, મહિલા એજન્ટ કે, તેના પતિ સામે કોઇ પગલા ભરાયા નથી. મહિલા એજન્ટ હજુપણ ટપાલ વિભાગમાં આવ-જા કરે છે અને તાજેતરમાં ત્રણથી ચાર નવા ખાતા ખોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અંદરખાને તપાસમાં ઠોસ પૂરાવા મળ્યા
ટપાલ વિભાગ દ્વારા કરાતી તપાસમાં મને કાંઇ નહીં થાય તેવી શેખી મારતા ફરતા મહિલા એજન્ટના પતિની વિરૂધ્ધમાં ઠોસ પૂરાવા મળ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બોગસ રસીદ, એજન્ટ પતિ દ્વારા છેકછાક સાથે તેના હસ્તાક્ષર સહિતના પૂરાવા હાથ લાગ્યા હોવાના હેવાલ મળી રહ્યા છે. વધુમાં આ એજન્ટ પતિ પર જિલ્લાના એક રાજકીય અગ્રણીના ચાર હાથ હોવાથી દિલ્હીથી જ ફરિયાદ દાખલ થશે એમ સૂત્રો જણાવી રહ્યા છે.
એજન્ટ પતિ સહિત અન્ય ચાર એજન્ટ પોસ્ટ ઓફિસનું કામ કરતા
પોસ્ટ ઓફિસની બહાર બેસવાની સગવડ ન હોઇ એજન્ટો અંદર બેસતા અને મહિલા એજન્ટના પતિ સહિત અન્ય ચાર જેટલા એજન્ટો કર્મીઓ પરથી કામનું ભારણ ઘટાડવવા મદદના બહાને પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યૂટર પર કામ કરતા હતા, જેથી આ કૌભાંડમાં અન્ય એજન્ટોના પણ નામ ખુલશે એમ સૂત્રો જણાવી રહ્યા છે.
ડેટા એન્ટ્રીમાં ચેડા કરી આચરાયું કૌભાંડ
ટપાલ વિભાગના આંતરિક સૂત્રોનું માનીએ તો પોસ્ટ ઓફિસના તમામ રેકર્ડ, ડેટાના પાસવર્ડ ડિવિઝનલ ઓફિસ પાસે જ હોય છે. મહિલા એજન્ટ પતિએ પાસવર્ડ મેળવી ડેટા, રેકર્ડ સાથે ચેડા કરીને આ ગફલાને સુનિયોજિત રીતે અંજામ આપ્યો હતો.
એજન્ટ પતિએ પવનચક્કી પાછળ મોટું રોકાણ કર્યું
પોસ્ટ ઓફિસના રેકર્ડ સાથે ચેડા કરી 8.25 કરોડ ઓળવી જઇ, ટૂંક સમયમાં માલેતુજાર બનેલા એજન્ટ પતિએ બેવરેજીસ પાછળ બે કરોડ તેમજ હમલા મંથલ પંથકમાં પવનચક્કીઓમાં પણ મોટાપાયે રોકાણ કર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.