તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કેરા ખોજા સમાજ કેસમાં વધુ બેના નામ ખુલ્યા, આરોપીઓ 70 દી’થી ફરાર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેકને પોલીસે અટક કરી છોડી મુક્યો, 5 દિનો સમય પણ અાપી દીધો

ગત અેપ્રિલમાં માનકુવા પોલીસ મથકે કેરા ખોજા સમાજમાં અાચરાયેલી ગેરરિતી અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી, જે પ્રકરણમાં વધુ બે નામો ખુલ્યા છે. તો તમામ અારોપી 70 દિવસથી ફરાર છે. અેક અારોપીની પોલીસને બાતમી અાપતા તેને અટક કરી પણ નોટીસ અાપી પાંચ દિવસ બાદ હાજર થવાનો સમય પણ અાપી દેવાયો હતો. જે સમગ્ર હકીકત વર્ણવી અાઇજી, અેસપીને પત્ર પાઠવ્યો હતો.

ખોજા શીયા ઇસ્ના અશરી જમાત કેરા તરફથી 70 દિવસ પૂર્વે માનકુવા પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી, કેરા સમાજના અગાઉના ટ્રસ્ટીઅો તરફથી ઉચાપત કરવામાં અાવી હોવાથી સમગ્ર અાધાર-પુરાવા સાથે પોલીસને પ્રકરણ સોંપવામાં અાવ્યો હતો બાદમાં પોલીસે વિધીવત ગુનો દાખલ કર્યો હતો. જે બનાવમાં રીયાઝઅલી રજબઅલી ગુલામહુશેન અને કાૈશરઅલી રજબઅલી ગુલામહુશેન (રહે. કેરા)વાળાનું નામ ખુલ્યું હતું.

બંને અારોપી અને પિતાઅે જમાતના મળતા નામ વાળા ખાતા બેંકમાં ખોલાવ્યા બાદ અા ત્રણેય પિતા-પુત્ર અેકાઉન્ટને અોપરેટ કરતા હતા. તા.19-6ના બે અારોપીને પોલીસ શોધતી હતી ત્યારે માનકુવા પીઅાઇને સમાજના લોકો તરફથી બાતમી અાપવામાં અાવી ત્યારે કાૈશરઅલીની અટકાયત કરી હતી, પોલીસ સ્ટેશને લઇ જઇ તેને રાત્રે 41અે ની નોટીસ પાઠવી બે દિવસ બાદ રજૂ થવા કહ્યું હતું, બે દિવસ બાદ વધુ પાંચ દિવસની મુદ્દત તેને અાપી દેવામાં અાવી હોવાનો અાક્ષેપ પણ પાઠવેલી યાદીમાં કરાયો હતો.

હાઇકોર્ટમાં પણ અારોપીઅોને રાહત ન મળી
ખોજા સમાજના સેક્રેટરી તરફથી પાઠવાયેલી યાદીમાં જણાવાયું હતું કે, ચાર અારોપીઅો કવાસિંગ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પણ ગંભીર અારોપોને ધ્યાને લઇ હાઇકોર્ટ તરફથી કોઇ રાહત અાવપામાં અાવી ન હતી, તેમ છતાંય પોલીસ કાચબા ગતીઅે તપાસ કરી રહી હોવાનો તેમજ અારોપીઅોને છુટો દોર અાપી દીધો હોવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...