હુમલો:નરેડીમાં જૂની અદાવતમાં ચિયાસરના યુવાનને કુહાડીના ઘા મારી બે શખ્સે કર્યો હત્યાનો પ્રયાસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભુજ-ખાવડા રોડ પર ચરિયાણ જમીનમાં ગાયો ચરાવવા મુદે યુવાનને 5 શખ્સોએ ધોકાથી ફટકાર્યો

અબડાસા તાલુકાના નરેડી ગામના ચાર રસ્તા પર જુની અદાવતમાં ચીયાસરના યુવાન પર કુહાડીના ઘા મારી બે શખ્સોએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભુજ ખાવડા રોડ પર ગૌચર જમીન પર ગાયો ચરાવવા મુદે યુવકને પાંચ શખ્સે ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના ચીયાસર ગામે રહેતા નિજામુદીન કાસમ જુણેજાની ફરિયાદને ટાંકીને નલિયા પોલીસે જણાવ્યું હતું કે, હુમલાનો બનાવ સોમવારે બપોરે સાડા બારથી એક વાગ્યા દરમિયાન બન્યો હતો.

ફરિયાદી અને તેનો મિત્ર મોથાળા ખાતે બાઇકમાં પંચર કરવવા ગયા હતા. બાદમાં ત્યાંથી પરત ફરતી વખતે નરેડી ગામ નજીક ચાર રસ્તા પર પહોંચ્યા ત્યારે જુની અદાવતનું મનદુખ રાખીને આરોપી ઇલીયાસ અબ્દુલગની અને એક અજાણ્યા શખ્સે ફરિયાદીનું બાઇક રોકાવીને ગાળો આપી ફરિયાદીના માથા પર અને શરીના ભાગે કુહાડીના ત્રણ ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. નલિયા પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તો, ભુજ ખાવડા રોડ પર પેટ્રોલ પંપની સામે રહેતા રસીદ નૂરમામદ સુમરા(ઉ.વ.22) હીરા પેટ્રોલની સામે એક કિલો મીટર દુર ગૌચર જમીનમાં ગાયો ચરાવતો હતો ત્યારે તુ અહીં ગાયો કેમ ચરાવે છે. તેમ કહીને ભગુ ગોપાલ આહિર, કરમણ ગોપાલ આહિર, જુસબ સમા તથા અજાણ્યા બે વ્યક્તિઓએ ધોકાથી માર મારી ઇજા પહોંચાડતાં ઘાયલને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...