મેઘમલ્હાર:જિલ્લા મથકે પોણા બે, ખાવડા પંથકમાં ચાર ઇંચ પાણી પડ્યું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા મથક ભુજમાં સવારે સૂર્યદાદાએ દર્શન આપ્યા હતા ત્યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સાજે 5 વાગ્યે ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો અને પોણા બે ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું.

રવિવારે સમગ્ર બન્ની પચ્છમને વરસાદે ઘમરોળતા બપોરના અઢી વાગ્યાથી સાંજ સુધી ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ભારે વરસાદના પગલે અનેક નદીનાળામાં પાણી જોશભેર વહી નીકળ્યા હતા. લીલા દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતો, માલધારીઓમાં હવે ચિંતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...