તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:ભચાઉની કાંઠાળ પટ્ટીમાં બે ઈંચ જેટલું કાચું સોનું વરસ્યું

સામખિયાળીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળી - Divya Bhaskar
સામખિયાળી
  • અસહ્ય ઉકળાટ બાદ સાંજે 7 વાગ્યાના અરસામાં મેઘાની તોફાની એન્ટ્રી : ચાર સ્થળોએ વિજ પ્રપાત : જાનહાનિ અને મોટી નુકસાની ટળી : રાપરના ગાગોદર અને અંજાર તાલુકાના દુધઇ વિસ્તારમાં પણ ઝાપટાં પડ્યા

ભચાઉ તાલુકાની કાંઠાળ પટ્ટીના ગામોમાં દિવસભર અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે ગાજવીજ સાથે સવા કલાકમાં બે ઇંચ જેટલી મેઘ મહેર થઇ હતી. વરસાદને પગલે ઠંડક પ્રસરી હતી તો ધરતીપુત્રોએ કાચું સોનું વરસ્યું હોવાનું કહ્યું હતું. તાલુકાના છાડવારા. અમલીયારા, જંગી, વાઢિયા, ગોડપર, મોડપર, લાખાસરી, લઘધીરગઢ, નવા-જુના કટારીયા, શિકારપુર, સુરજબારી, લાકડિયા, ઘરાણાં, સામખિયાળી, લાલિયાણા તેમજ આધોઇ પટ્ટામાં ભારે ગરમી બાદ સાંજે સાતથી સવા આઠ વાગ્યા સુધી ભારે ગાજ વીજ સાથે અંદાજે બે ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. રામમોલને ફાયદા રૂપ કાચું સોનું વરસતાં ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદથી નદી નાળામાં પાણી વહી નીકળ્યાં હતા અને તળાવ, ડેમોમાં નવા નીરની આવક થઇ હતી તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

બીજી બાજુ રાપર તાલુકાના હાઇવે પટ્ટીના ગાગોદર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડ્યો હતો તો અંજાર તાલુકાના દુધઇ પંથકમાં ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભચાઉ શહેર મેઘાડમ્બર જવાયેલો રહ્યો હતો.

લાકડિયા
લાકડિયા
અન્ય સમાચારો પણ છે...