તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાડાપધ્ધરની વાડીમાંથી 36 શરાબની બોટલ સાથે બે પકડાયા એક ફરાર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના વાડાપધ્ધર અને ભાનાડા રસ્તે આવેલી વાડીમાંથી વિદેશી શરાબની 36 બોટલ કિંમત 12,600 તથા બે મોબાઇલ તથા બાઇક સાથે બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એક નાસી જવામાં સફળ રહયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જખૌ પોલીસે બાતમીના આધારે વાડાપધ્ધર ખાતે આવેલ આરોપી કુલદીપસિંહ લાખુભા જાડેજાના કબજાની વાડીમાં દરોડો પાડ્યો હતો. વિદેશી દારૂની 36 નંગ બોટલ કિંમત રૂપિયા 12,600 તેમજ 4 હજારની કિંમતના બે મોબાઇલ અને 10 હજારની બાઇક સાથે કુલદીપસિંહ અને રવીરાજસિંહ સજુભા જાડેજાને ઝડપી લીધા હતા. જ્યારે નખત્રાણા તાલુકાના રવાપરનો લક્ષદિપસિંહ ઝાલા હાથ લાગ્યો ન હતો. જખૌ પોલીસે ત્રણે વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...