કોરોના સંક્રમણ:કચ્છ યુનિવર્સિટીના કોમર્સ વિભાગના બે કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોતાં ફફડાટ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ અનેક કર્મચારી પોઝિટીવ આવ્યા હોવા છતાંય ગંભીરતા ન લેવાઇ
  • એક કર્મચારી રજા પર હતા તો બીજાને તુરંત ઘરે મોકલી દઇ, વિભાગ 72 કલાક માટે બંધ

કોરોના પોઝિટીવના કેસો જયાં અગાઉ નોંધાઇ ચુકયા છે એવા કચ્છ યુનિવર્સિટીમાં બે કેસ નોંધાયા છે. કોમર્સ વિભાગના બે કર્મચારીના રિપોર્ટ પોઝિટી આવ્યા છે જેમાં એક રજા પર છે તો બીજાને ઘરે મોકલી દેવાયા છે અને વિભાગને સેનેટાઇઝીંગ કરી 72 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દોઢેક માસ અગાઉ કચ્છ યુનિવર્સિટીમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જે બાદ યુનિવર્સિટી સંકુલમાં ધમધમાટ શરૂ થઇ ગયો હતો. અનેક કૌભાંડોથી ઘેરાયેલી યુનિવર્સિટીમાં કોરોનાને ગંભીરતાથી ન લેવાતા કોર્મસ વિભાગના બે કર્મચારી પોઝિટીવ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. કોમર્સ ફેકલ્ટી બિલ્ડીંગમાં નોન ટિચીંગ સ્ટાફના બે કર્મચારીના રિપોર્ટ પોઝિટીવ નોંધાતા કોરોનાનું ભય વધી રહ્યું છે. અગાઉ કોરોનાના કેસ નોંધાઇ ચુકયા હોવા છતાં ગંભીરતાથી ન લેવાતા ફરી યુનિ.ના અાંગણે કોરોનાના કેસોએ દસ્તક દીધી છે.

સંકુલમાં અનેક મોટી વયના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમને પણ નોકરી પર બોલાવાઇ રહ્યા છે જે એક ગંભીર મુદ્દો છે, નોન ટીચિંગ સ્ટાફના કર્મચારીઓને પોઝિટીવ આવતો હોય તો જયાં વધુ અવરજવર રહેતી હોય તે વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓનું પણ રિપોર્ટ કરાવવું હિતાવહ છે. કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટાર મનીષ પંડયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં કોવિડ ગાઇડલાઇનનું અમલીકરણ થાય છે અને બે કર્મચારી જે પોઝિટીવ આવ્યા છે તે પૈકી એક તો રજા પર જ છે અને બીજાને ઘરે મોકલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...