તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીની પેઢી કાચી પડતાં વધુ ભાવની લાલચે ગુવારનું વેંચાણ કરી આવેલા ભુજ, અંજાર, રાપર અને ભચાઉના વેપારીઓ મુંઝવણ મુકાયા છે અને બે કરોડ જેટલી રકમ સલવાય તેવી ભીતિ જોવા મળી રહી છે. જિલ્લામાં સારા વરસાદના પગલે અન્ય પાકોની સરખામણીએ ગુવારના પાકે ખેડૂતોને નિરાશ કર્યા ન હતા અને સારા ઉત્પાદનના પગલે ખેડૂતો પાસેથી આવેલો માલ વધુ ભાવની લાલચે ભુજ, અંજાર, ભચાઉ અને રાપરના વેપારીઓએ મોરબીની ગુવાર-ગમની કંપનીને વેંચ્યો હતો. વેપારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અન્ય પેઢીની સરખામણીએ મોરબીની પેઢીએ વધુ ભાવે સોદો કરી, માલની કિંમત 15 દિવસ બાદ મળશે તેવું નક્કી કર્યું હતું.
વધુ ભાવની લાલચમાં આવેલા વેપારીઓએ 25 ટ્રક ભરાય તેટલો અંદાજિત બે કરોડની કિંમતનો ગુવાર સ્વખર્ચે મોરબી પહોંચતો કર્યો હતો. જો કે, મોરબીની પેઢી કાચી પડતાં 15 દિવસના બદલે હવે એક મહિનાથી વધુ સમય થવા આવ્યો હોવા છતાં વેપારીઓને નાણાં ન મળતાં બે કરોડ જેટલી રકમ અટવાય તેવી ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. અત્રે નોંધનીય છે કે, ડિસા, હળવદ, સાંચોર, જોતપુર, રાજકોટ, મોરબીની ગુવાર-ગમની કંપનીઓ દલાલો મારફતે માલની ખરીદી કરે છે અને ગુવારની એક ગુણી દીઠ પાંચ રૂપિયા દલાલ જે-તે વેપારી પાસેથી કાપી લેતા હોય છે.
આ પેઢીઓની સરખામણીએ મોરબીની પેઢીએ ગુવારના વધુ ભાવ આપવાની લાલચ આપી હતી. ગુવારના સોદા વખતે નિયત કરાયેલી 15 દિવસની મુદત વીતી ગઇ છે અને એક મહિનાથી વધુ સમય થવા આવ્યો હોવા છતાં વેપારીઓને નાણાં મળ્યા નથી. વેપારીઓએ સંબંધિત પેઢી સાથે બેઠકો કરી ફસાયેલા રૂપિયા કઢાવવાના પ્રયાસો હાથ ધર્યા છે પરંતુ યેનકેન પ્રકારે બહાના આગળ ધરીને સમય પસાર કરાય છે ત્યારે વેપારીઓની ઊંઘ હરામ થઇ ગઇ છે અને વધુ ભાવની લાલચમાં ફસાયેલા વેપારીઓને હવે પશ્ચાતાપનો વારો આવ્યો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.