ભારતની જળસીમા કે સરહદ ક્રોસ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી ગયેલા પાકિસ્તાની શખ્સો કે માછીમારોને ભારતની જુદી જુદી જેલમાં રખાતા હોય છે. ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં રખાયેલા બે પાકિસ્તાની માછીમારોને તેમના વતન પરત મુકવામાં અાવ્યા હતા. ભારતની જુદી જુદી જેલમાં સજા ભોગવતા ચાર પાકિસ્તાની નાગરીકોને વાઘા બોર્ડર પરથી તેમના સ્વદેશ પરત મોકલાયા હતા.
પાકિસ્તાની માછીમારો, જેઓ માછીમારી માટે ભારતીય જળમાં પ્રવેશ્યા હતા, દેશની વિવિધ જેલોમાં સજા ભોગવ્યા બાદ શનિવારે અટારી-વાઘા બોર્ડર મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા હતા. છૂટા કરાયેલા લોકોમાં એક એવો પણ છે જેનો વિઝા સમાપ્ત થઈ ગઇ છે. ભુજ-કચ્છના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઅાઇસી)માં રહેલા અલી અને અલ્લાબક્ષને વાઘા બોર્ડર ખાતેથી પરત મોકલાયા હતા અા બંને માછીમારો છે. જે છેલ્લા કેટલાક વર્ષોથી ભુજની જેઅાઇસીમાં રખાયા હતા. તો દિલ્હીની જેલમાંથી મોહમ્મદ હસન, તમિલનાડુની જેલમાંથી હસનને પણ પરત પાકિસ્તાન મુકાયા હતા.
મોહમ્મદ હસન ગેરકાયદે વિઝાના કારણે અહીં રહે છે. તેને 7 થી 12 વર્ષની સજા ભોગવવી પડી હતી. જેના પાછળ મુખ્ય કારણ એ છે કે તેમની સાથે સંબંધિત દસ્તાવેજો તેમની સરકાર દ્વારા સમયસર આપી શકાયા નથી. અા અંગે ભુજ જેઅાઇસીના અેસ. બી. વસાવા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, દસેક દિવસ પૂર્વે બે પાકિસ્તાની માછીમારો જે જેઅાઇસીમાં રખાયા હતા તેમને પોતાના વતન પરત મુકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.