ધરપકડ:કનૈયાબે પાસેની કંપનીમાંથી 54,600ના વાયરની ચોરી કરનાર બે પકડાયા, બે ફરાર

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પધ્ધર પોલીસે ભાગી છૂટેલા આરોપીઓને પકડવા ચક્રો કર્યા ગતિમાન
  • ચોરાઉ માલ તથા છકડો રિક્ષા બાઇક સહિતનો મુદામાલ કબજે લીધો

ભુજ તાલુકાના કનૈયાબે ગામ પાસે આવેલી એએમડબ્લ્યુ કંપનીમાંથી શનિવારે રાત્રે 360 મીટર કોપર કેબલ વાયર કિંમત રૂપિયા 54,600ની ચોરીના કેસમાં કનૈયાબે ગામના બે યુવકોને ઝડપી લીધા હતા.જ્યારે અન્ય બે આરોપીઓ હાથ લાગ્યા ન હતા. પોલીસે પકડાયેલા આરોપીઓના કબજામાંથી ચોરાઉ કેબલ ઉપરાંત ચોરીના કામમાં ઉપયોગમાં લીધેલ રૂપિયા 50 હજારનો છકડો રિક્ષા અને 30 હજારની બાઇક સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.

મુળ પંજાબના હાલ કનૈયાબે ગામે રહેતા અને એએમડબ્લયુ કંપનીમાં સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્યામસિંગ ભગવાનસિંગએ પધ્ધર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ શનિવારે રાત્રીના બાર વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં કનૈયાબે ગામના ચાર શખ્સોએ કંપનીમાં પ્રવેશ કરીને અલગ અલગ મોટરના 360 મીટર કોપર કેબલ વાયર કિંમત 54,600ની ચોરી કરી ગયા હતા. આ કેસમાં પધ્ધર પોલીસે કનૈયાબે ગામના મુસ્તાક રહીમશા શેખ (ઉ.વ.19) તેમજ ગુલામ સુલેમાન શેખ (ઉ.વ.19)ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજામાંથી 218 કિલ્લો કોપર કિંમત રૂપિયા 54,600 તેમજ 50 હજારની છકડો રિક્ષા તેમજ 30 હજારની બાઇક સાથે ધરપકડ કરી લીધી હતી. જ્યારે કનૈયાબે ગામના મામદહુશેન શહેનશા શેખ અને અલતાફશા અલ્લારખા શેખ નામના બે શખ્સ હાજર ન મળી આવતાં બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હાલમાં ચોરીના બનાવો ઉકેલવામાં પોલીસને સારા પ્રમાણમાં સફળતા મળી રહી છે, ત્યારે વધુ એક સફળતા કનૈયાબેની ચોરીના આરોપીને પકડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...