લેન્ડ ગ્રેબિંગ:મમુઆરાના બે ભાઇએ ભુજના યુવકની જમીન પર કર્યો કબજો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવાને ધાકધમકી કરી માલિકીની જમીન દબાવી
  • પદ્ધર પોલીસમાં નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો

ભુજ રહેતા અને મમુઆરાના સીમમાં માલિકીની જમીન ધરાવતા યુવકની જમીન પર ગેરકાયદે કબજો કરી ધાકધમકી કરતા મમુઆરાના બે ભાઇઓ સામે પધ્ધર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના નાગર ચકલા વિસ્તારમાં ભાણજી શેરીમાં રહેતા અને મમુઆરા ગામની સીમમાં માલિકીની જમીન ધરાવતા ફરિયાદી વિશાલભાઇ હરપ્રતાપભાઇ ભાટીયાએ મમુઆરા ગામે રહેતા મ્યાજરભાઇ રૂડાભાઇ જાટીયા, કારાભાઇ રૂડાભાઇ જાટીયા વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીની મમુઆરા ગામની સીમમાં આવેલી માલિકીની જમીન પર ફરિયાદીને ખેતી કામ કે અન્ય કારણોસર આવા ન દઇ મમુઆરાના આ બે આરોપી ધાકધમકી કરી જમીન પર કબજો જમાવી લેતાં બન્ને વિરૂધ પધ્ધર પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા તળે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...