ભુજ તાલુકાના માનકુવા ગામે રહેતી 30 વર્ષીય પરિણીતાને છેલ્લા દસ મહિનાથી ફોન કરવા મુદે બ્લેક મેઇલ કરીને દુષ્કર્મ ગુજારનારા માનકુવાના જ બે ભાઇઓની પોલીસે ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં આરોપીઓના અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
માનકુવા પોલીસ મથકે ભોગબનાર મહિલાએ ગામના આરોપી પ્રકાસ રાઠોડ અને તેના ભાઇ કલ્પેશ રાઠોડ વિરૂધ દુષ્કર્મ કર્યા અંગે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આરોપી પ્રકાસે ફરિયાદી મહિલાને તુ મને ફોન કરશ એ વાત તારા પતિને કહી દઇશ તેવું કહીને મરજી વિરૂધ ફરિયાદી મહિલા સાથે શારિરીક સબંધ બાધ્યો હતો. તો આરોપી પ્રકાસના ભાઇ અલ્પેશ રાઠોડે ફરિયાદી મહિલાને કહ્યું હતું કે, મારા ભાઇ સાથે તારા સબંધ અંગે બધાને જાણ કરી દઇ તેવું કહી દુષ્કર્મ ગુજાર્યો હતો.
આ બન્ને ભાઇઓ દ્રારા ફરિયાદી મહિલાને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ ભર્યુ કૃત્ય આચરાતાં ભોગબનાર મહિલાએ માનકુવા પોલીસ મથકમાં બે ભાઇઓ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે બન્ને ભાઇઓને ધરપકડ કરીને ગુરૂવારે કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજુ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
તો, બીજીતરફ આ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ બનાવની જાણ થયા બાદ આરોપીને મહિલાના સમાજના લોકોએ સારો એવો માર માર્યો હોવાની અને આ બાબત પોલીસ મથકે પહોંચતાં સમગ્ર મામલો મુદે માનકુવા પોલીસ મથકમાં માર મારનારા લોકો સામે પણ કાર્યવાહી કરાઇ હોવાનું અને બાદમાં જામીન પર મુક્ત કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.