તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટર:પશ્ચિમ કચ્છના સુરજપર ગામેથી બે બોગસ તબીબ ઝડપાયા, રૂ.20,484નો મુદ્દામાલ જપ્ત

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ચાર પાંચ વર્ષથી તબીબ બની ગ્રામજનોના ઈલાજ કરતા હતા

પશ્ચિમ કચ્છમાં સુરજપર ગામેથી પોલીસે બે બોગસ તબીબ ઝડપાયા છે. જેમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી તબીબ બની ગ્રામજનોના ઈલાજ કરતા હતા. અને લોકોના આરોગ્ય સાથે રમત કરતા હતા.

એક સામટા બે બનાવટી તબીબને મેડિકલ સામગ્રી સાથે પકડી પાડ્યા

પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા એક બાદ એક ચાર જેટલા બોગસ તબીબોને ગેરકાયદે પ્રેક્ટિસ કરવા બદલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરાયા બાદ હવે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પણ બોગસ તબીબ વિરુદ્ધ કાયદાનો ડોઝ આપવામાં આવ્યો હતો. અને એક સામટા બે બનાવટી તબીબને મેડિકલ સામગ્રી સાથે પકડી પાડ્યા છે.

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બે બનાવટી તબીબ ઝડપાયા

ભુજ તાલુકાના માનકુવા પોલીસ દ્વારા સુરજપર ગામે વગર ડિગ્રીએ ગેરકાયદેસર રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બે બનાવટી તબીબ ઝડપી લીધા હતા. જેમાં નારણપરના મેટ્રિક ફેલ મનીષ કૌશિકભાઈ ભટ્ટ અને સુરજપરના મેટ્રિક પાસ ચેતન જનાર્દન ત્રિપાઠીને રૂ.20,484ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ કામગીરીમાં માનકુવા પીઆઇ એમ.આર.બારોટ, હે.કો. હરિચંદ્રસિંહ જાડેજા, કાનાંભાઈ રબારી, જયપાલસિંહ જાડેજા, તથા ઉપેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો

અન્ય સમાચારો પણ છે...