ક્રાઇમ:કચ્છમાં IPLનો સટ્ટો પૂરબહાર ભુજ બાદ કેરાની વાડીમાંથી બે સટ્ટોડીયા ઝડપાયા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પરથી રોકડ રૂપિયા, મોબાઇલ, ટીવી, કાર સહિત 2.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

કચ્છમાં આઈપીએલનો સટ્ટો પૂરબહાર જામ્યો છે. ભુજ સ્ટેશન રોડ બાદ કેરા ગજોડ નજીકની વાડીમાં મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને ભુજમાં નવી રાવલવાડીમાં રહેતા વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા અને વિશાલ પ્રદીપભાઈ સોની બે શખ્સને રોકડ રૂપિયા 8,325, તથા 50,500ની કિંમતના 5 મોબાઈલ, 20 હજારનું ટીવી, સેટઅપ બોક્સ, હિસાબની નોટબુક તેમજ ર લાખની કાર સહિત 2,80,025 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ગુરૂવારે કેરાથી ગજોડ જતા માર્ગ પર કેરાની સીમમાં આરોપી વિરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો. દુબઈ ખાતે ચાલી રહેલી આઈપીએલની કિંગસ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચેની ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા મુળ મુન્દ્રા તાલુકાના મોટી તુંબડીના અને ભુજ રહેતા વિરેન્દ્રસિંહ જાડેજા અને વિશાલ સોનીને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી રોકડ રૂપિયા 8,325, તથા 50,500ની કિંમતના 5 મોબાઈલ, 20 હજારનું ટીવી, સેટઅપ બોક્સ, હિસાબની નોટબુક તેમજ ર લાખની કાર સહિત 2,80,025 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમો મુજબ માનકૂવા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...