ચીલઝડપ:વેપારીના દ્વિચક્રીમાંથી 2 લાખના સોના-ચાંદીનું રો-મટિરીયલ ભરેલી બે થેલીઓની ચીલઝડપ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે પ્રમુખસ્વામીનગરના બીજા ગેઇટ પાસે ઓધવ એવન્યુ-2માં બન્યો બનાવ
  • એક્ટિવા સાથે બાઈક ભટકાવીને બુકાનીધારી શખ્સો બે થેલી ઝૂંટવી ગયા

પશ્ચિમ કચ્છ પોલીસ કરતા તસ્કરોનો પાવર વધી રહ્યો છે. કાયદાના કોઇ ખોફ ન હોય તેમ ચોરી, ચીલઝડપ, લૂંટના બનાવોને અંજામ આપી રહ્યા છે. ભુજના પ્રમુખસ્વામી નગરમાં ઓધવ એવન્યુ-2માં રહેતા સોની વેપારી શનિવારે રાત્રે ઘરે જતા હતા ત્યારે તેમની એક્ટિવા સાથે બાઈક ભટકાવીને બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ એક્ટિવા ટીંગાડેલી રૂપિયા 2,0700ની કિંમતી ઘરેણાં રાખેલી બે થેલી આંચકીને નાસી જતાં સનીસની મચી જવા પામી છે.

આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવ એવન્યુ-2 ખાતે રહેતા અને ભુજ તાલુકાના ખાવડામાં સોના-ચાદીની દુકાન ચલાવતા કાંતિલાલ શીવજીભાઇ તન્ના (ઠકકર) (ઉ.વ.59) નામના વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બનાવ શનિવારે રાત્રે પોણા આઠ વાગ્યાના અરસામાં પ્રમુખસ્વામી નગરના બીજા ગેટ પાસે હનુમાનજી મંદિરના પાછળના ભાગે આવેલ ગલીમાં બન્યો હતો. ફરિયાદી વેપારી રાત્રે એક્ટિવા પર પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે સામેથી એક મોટર સાયકલ આવીને તેમની એક્ટિવા સાથે ભટકાઇ હતી.

જેમાં ફરિયાદીએ બાઇક સવાર બે બુકાનીધારી શખ્સોને બાઇક ધ્યાનથી ચલાવવાનુ઼ કહેતાં બે પૈકી એક શખ્સ નીચે ઉતરીને વેપારીના એક્ટિવામાં ટીંગાડેલી બે થેલી આંચી બાઇક પર નાસી છુટ્યા હતા. જેમાં એક થેલી માં રૂપિયા 1લાખ 80 હજારની કિંમતનું સોનાનું રો-મટિરીયલ અને ભંગાર હતો, અને બીજી થેલીમાં રૂપિયા 27 હજારની કિંમતના ચાંદીના દાગીના અને ભંગાર હતો, એમ બે થેલીઓની ચીલ ઝડપ કરીને બાઇક સવારો નાસી છુટ્યા હતા. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યુબેલી સર્કલ સુધી શોધ કરી પણ ચોરો ન દેખાયા
અંધારામાં બનેલા ચીલઝડપના બનાવથી હેબતાઇ ગયેલા સોની વેપારીએ એક્ટિવાથી બાઇક સવારોનો પીછો કર્યો પણ ગલીઓમાંથી પલાયન થયેલા લૂંટારા જ્યુબેલી સર્કલ સુધી ન દેખાતાં આખરે ભત્રીજાઓને જાણ કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...