કોરોના હજુ ગયો નથી:ભુજ તાલુકાના કુરબઇ અને ભુજ શહેરના બે વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા, વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે
  • કચ્છમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 12 હજાર 647 કેસ નોંધાયા, તહેવારો બાદ ફરી કેસ જોવા મળ્યા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ અંતર્ગત સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના કુરબઇ ગામના પટેલ સમાજવાડીની બાજુમાં આવેલ ઘર નં. 1 તથા 2ને તા. 19 નવેમ્બર સુધી તેમજ ભુજ શહેરમાં આયાનગરમાં ઓધવવિલામાં આવેલા ઘર નં. બી-11, બી-12(બંધ ઘર), બી-10, બી-9 તથા સામેની બાજુ આવેલ ઘર નં.ઇ/4-5 એમ કુલ છ ઘરને તા. 22 નવેમ્બર સુધી તથા ભુજ શહેરમાં સંતોષીમાંના મંદીરની બાજુમાં પાછળ આવેલ નૂતન કોલોની ઘર નં. 3ને તા.25 નવેમ્બર સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

તંત્રની યાદી અનુસાર આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરનામાનો ભંગ કરનારા લોકો પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અતિરાગ ચપલોત દ્વારા ફરમાવવામાં આવ્યું હતું.

અલબત્ત જિલ્લામાં હાલ એક માત્ર કોરોનાનો દર્દી સારવાર હેઠળ છે. જ્યારે સમયાંતરે એકલ દોકલ કોરોનાની બીમારીના કેસ સામે આવતા રહ્યા છે, ત્યારે એકસાથે અનેક સ્થળે સરકારની કોવિડ ગાઈડલાઈન અનુસાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાતા એને લોકો માટે લાલબત્તી સમાન અંદેશો ગણી શકાય. કચ્છમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 12 હજાર 647 કેસ સરકારી રાહે નોંધાયા છે, તેમાંથી 12 હજાર 534ને રજા અપાઈ છે, જ્યારે 282ના મૃત્યુ નીપજ્યાં છે. આમ નવરાત્રિ, ઇદ અને દિવાળી સહિતના તહેવારો પર જમા થયેલી ભીડ બાદ ફરી કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે, જેને પ્રજા માટે અગમચેતી સમાન ગણી શકાય.

અન્ય સમાચારો પણ છે...