તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અધિક ચોમાસું !:ભીરંડિયારા-સરગુમાં અઢી ઇંચ : બન્નીમાં અન્યત્ર ઝાપટાં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાનધ્રો
  • અધિક ચોમાસું !

અધિક આસો માસનો આરંભ થઇ ગયો હોવા છતાં કચ્છમાં ચોમાસાની હાજરી રહી હતી અને બન્ની વિસ્તારમાં ઝાપટાથી લઇ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. લખપત તાલુકાના દયાપર, વર્માનગર, ફુલરા વિસ્તારમાં પણ ઝાપટાં પડ્યા હતા. બીજી બાજુ મોટા ભાગના જિલ્લામાં બફારા સાથે ગરમી અનુભવાઇ હતી.

ફુલરા
ફુલરા

બન્નીના ભીરંડિયારામાં અઢી ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. ગોરેવાલી અને સરગુ સુધી વરસાદનું જોર રહ્યું હતું જ્યારે હોડકો અને સાડઇ વિસ્તારમાં ભારે ઝાપટા પડ્યા હતા. પાણી ભરાવાની સમસ્યાથી મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો વકરવાની ભીતિ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. લોકોના જણાવ્યા મુજબ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે કલાકો સુધી વીજ પુરવઠો બંધ પડી જતો હોવાથી મુશ્કેલીમાં વધારો થાય છે.

પશ્ચિમે લખપત તાલુકાના દયાપર, વર્માનગર, પાન્ધ્રો, સોનલનગર ફુલરા વિસ્તારમાં પણ બપોરના અરસામાં ઝાપટાં વરસતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. અધિક આસો મહિનો શરૂ થઇ ગયો હોવા છતાં ચોમાસાની હાજરી વચ્ચે મોટા ભાગના જિલ્લામાં બફારા સાથે ગરમી અનુભવાઇ હતી. દરમિયાન આગામી ચારથી પાંચ દિવસ સુધી છૂટા છવાયા સ્થળે હળવો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો