તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપવાસ આંદોલન:મુન્દ્રાની જિંદાલ સો પાઈપ એકમ સામે ચાલતા આંદોલનમાં બે આંદોલનકારીઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજગારી સહિતની માગણીઓને લઈ 10 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન

મુન્દ્રા તાલુકાના નાના કપાયા સ્થિત જીંદાલ સો પાઇપ કંપની સામે ગામના માજી સરપંચ અને હાલના સદસ્ય સામજીભાઈ સોધમની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા યુવાનોને રોજગારી, પગાર વધારો અને પ્રદુષણમુક્ત કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આજથી દર દિવસ પહેલા ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા, અને બે દિવસથી અનશન આંદોલન શરૂ કરાયું છે. તેમાં વ્યક્તિની તબિયત આજે બીજા દિવસે બગડી જવા પામી હોવાનું જય જોશીએ કહ્યું હતું.

દરમિયાન આ વિશે મુન્દ્રાના રાહુલભાઈ દાવડાએ જણાવ્યું હતું કે અનશનકર્તા પાંચ ગ્રામજનો પૈકી ખીમુભાઈ પતારીયા ઉવ 60 અને જીવાભાઈ ગઢવી ઉવ 37ની તબિયત બગડતા 108 મારફત મુન્દ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર હાલ ચાલુમાં છે.

ઉપવાસકર્તા સામજીભાઈ સોધમ દ્વારા જણાવાયું હતું કે 10 દિવસ થવા આવ્યા છતાં કંપની દ્વારા કોઈજ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને બબે જીંદગીઓ આજે હોસ્પિટલ બિછાને પહોંચવા છતાં અમાનવીય અભિગમ એકમ દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે. જો આ વિશે કોઈ અઘટિત બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી જીંદાલ કંપનીની રહેશે.

અન્ય સમાચારો પણ છે...