ધરપકડ:માંડવીમાં 1.58 લાખના ચરસના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસમાં માલ આપનાર બાડા ગામના શખ્સોનું નામ ખુલતાં ધરપકડ કરાઇ

માંડવીના જોગીવાસમાં સ્થાનિક પોલીસે દરોડો પાડીને રહેણાકના મકાનમાંથી રૂપિયા 1,57,950ની કિંમતના 1 કિલો 53 ગ્રામના ચરસના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન માલ વેચવા આપનારા બાડા ગામના શખ્સનું નામ ખુલતાં બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. માંડવી પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલને મળેલી બાતમીના પગલે માંડવી પોલીસે શહેરના જોગીવાસમાં આવેલા ખેતરપાળદાદાના મંદિર પાસેના રહેણાકના મકાનમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન આરોપી મુસા હુશેન કોલી (ઉ.વ.50)ને રૂપિયા 1,57,950ની કિંમતના ચરસના 1 કીલો 53ગ્રામના જથ્થા સાથે દબોચી લીધો હતો. આરોપીની પુછતાછમાં આ ચરસનો જથ્થો બાડા ગામના રાણશી મીઠુ કોલી (ઉ.વ.32)એ મુસાને વેચવા માટે આપયો હોવાનું ખુલતાં પોલીસે રાણશીની ધરપકડ કરી લીધી હતી.

આરોપી રાણશીએ પોલીસને જણાવ્યું હતું. કે, દરિયામાંથી તણાઇને આવેલું ચરસનું પેકેટ મળ્યું હતું જે વેચવા માટે મુસાને આપ્યુ હોવાની પોલીસને કબુલાત આપી હતી. માંડવી પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ એનડીપીએસની કલમ તળે ગુનો નોંધીને પુછતાછ હાથ ધરી છે. આરોપીઓ પાસે વધુ કોઇ ચરસના પેકેટ છે. કે કેમ અને અત્યાર સુધી કેટલા પેકેટો મળ્યા છે કે, કેમ તે સહિતની જીણવટભરી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી માટે આજે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...