તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:બાર મહિનાનો રોટલો રળી લેતા તેના બદલે 2 ટકા પણ ધંધો નહીં થાય !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રી દરમિયાન ગરબાના ખેલૈયાઓ માટે ચણીયા ચોળી, કેડિયા ભાડે આપતા વેપારીઓની વ્યથા..
  • ઓગષ્ટ મહિના સુધી વેપાર પાટે ચડે તેવું નથી દેખાતું

દુનિયામાં સૌથી વધુ દસ દિવસ સુધી ચાલતા નવરાત્રી મહોત્સવની ગુજરાતીઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. બે ત્રણ મહિના અગાઉ તો રાસની પ્રેક્ટિસ શરૂ થઈ જાય અને નવા નવા સ્ટેપ્સ શીખવા યુવાઓ ક્લાસિસ જોઇન્ટ કરે છે. નવ રાત્રીના નવ ડ્રેસ યા તો ખરીદાય અથવા ભાડે આપતા દુકાનદારો પાસે બુક કરાવી લેવામાં આવે. આ વર્ષે કૉરોનાએ આ બધા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. રાજ્ય સરકાર આ વખતે નવરાત્રી યોજવાની છૂટ આપે તેવી બહુ જ ઓછી સંભાવના છે, ત્યારે ચણીયા ચોળી અને કેડિયા વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓના મત્તે વર્ષમાં એક સમયે કમાવાની સીઝન પણ નિષ્ફળ જશે તેવું સ્પષ્ટ દેખાય છે.

ગરબા માટે ડ્રેસ ભાડે આપતા ઝીલ ડ્રેસિસના માલિક ચિંતન પ્રવીણભાઈ શાહ જણાવે છે કે, શ્રાદ્ધ પક્ષ શરૂ થાય તે અગાઉ જ અમારી પાસે મોટા ભાગનું બુકિંગ થઇ જતું હોય. શૈક્ષણિક સંસ્થાઓ, ગરબી મંડળો અને યુવાઓના ગ્રુપ નવરાત્રીના નવ દિવસનું પસંદગી મુજબ ડ્રેસ બુક કરાવે, તો ગરબા રાસ માટે પણ દરરોજ ભાડે લેનારો વર્ગ છે. આ વર્ષે કોરોનાને કારણે હજી સુધી કોઈ જ જગ્યાએથી ઇન્કવાયારી નથી. નવરાત્રી નહિ યોજાય તેવી શક્યતા વધુ છે, ત્યારે સારા વેપાર તો દૂરની વાત છે, વેપાર થાય તેવી પણ શક્યતા નથી દેખાતી. દર વર્ષે નવી ડીઝાઇન અને ફેશનના નવરાત્રી સ્પેશિયલ ડ્રેસિસ તૈયાર કરાવીએ, પરંતુ એ પણ કરાવવાની હિંમત કરી નથી. ત્યારબાદ પણ વેપાર ક્યારે ખુલશે તે કંઈ જ કહી શકાય એમ નથી. નવરાત્રી પર બાર મહિનાનો રોટલો રળી લેતા તેને બદલે 2 ટકા પણ ધંધો નહિ થાય.

નવરાત્રીની પરવાનગી મળશે તો પણ ભયમાં ખેલૈયા ડ્રેસ ભાડે નહીં લે
રાસ ગરબા માટે જ્યારે ખેલૈયા હોંશે હોંશે ડ્રેસ ભાડે લેતા તેને બદલે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે સરકાર કદાચ મંજૂરી આપે તો પણ લોકો ભયને કારણે ભાડે નહિ લે. આજે હાલત એવી છે કે, દુકાન ભાડા અને માણસોના પગાર પણ આપી શકાય એમ નથી.

સેનેટાઇઝ કરીને ડ્રેસ આપવા તૈયારી પણ ઘરાકીની અનિશ્ચિતતા છે
સ્વિસમીસ-ધ રેંટીયર શોપના માલિક રામ ઠક્કરના જણાવ્યા મુજબ નવરાત્રી દરમિયાન ભુજ અને માધાપરના જ લગભગ 30 થી વધુ વેપારીઓ લાખો રૂપિયાનો વેપાર કરી લેતા હોય છે. સરકારની નવરાત્રી ઉજવણીની મંજૂરી મળશે તો અમે એક ડ્રેસ સેનેટાઇઝ કરી ત્રીજા દિવસે આપી શકીએ તેવી તૈયારી છે, જેથી કોરોના વાયરસ મુક્ત ડ્રેસ આપી શકીએ. પરંતુ શક્યતા ઓછી છે. પંદરમી ઓગષ્ટ થી અમારી સીઝન શરૂ થાય, ત્યારબાદ સાતમ આઠમ, ગણેશ મહોત્સવ અને નવરાત્રી પર ચણીયા ચોળી અને કેડિયા ભાડે જતા હોય. પરંતુ આ વર્ષ સંપૂર્ણ મંદીનું જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો