તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:જાળવણીના અભાવે ખસ્તા હાલ , ટાઉન હોલમાં ફાંસીએ લટકતી લાશ જેમ લટકે છે ટ્યૂબલાઈટસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં નગરપાલિકા હસ્તક ટાઉન હોલ છે. જેની દેખભાળ થતી નથી. બાલ્કનીની છત પરની ટ્યૂબલાઈટસ ફાંસીનાં માંચડે જેમ લાશોની હારમાળા લટકતી હોય એમ વાયરના ટેકે લટકી રહી છે. દીવાલો પર નબળા રંગકામની સાક્ષી પૂરતા હોય એમ રંગના પળ ઉખડી રહ્યા છે. સફાઈ થતી નથી, જેથી દીવાલ ઉપર ઊધઈએ પણ લાંબી સુરંગ જેવી વસાહત ઊભી કરી દીધી છે. બાલ્કની તરફ લઈ જતા પગથિયા પાસેના દરવાજા પણ દીવાલમાંથી અલગ પડી જવાની સ્થિતિમાં મૂકાઈ ગયા છે.ભુજ શહેરમાં રંગમંચ પ્રેમીઓના હ્રદયમાં અનોખું સ્થાન ધરાવતા ટાઉન હોલને ભૂકંપ બાદ નવા રંગરૂપ અપાયા હતા. પરંતુ, એકાદ દાયકામાં જ મરંમતની સ્થિતિ ઊભી થઈ હતી, જેથી અત્યાધુનિક સુવિધા સાથે નવનિર્માણ થયું હતું અને ચારેક વર્ષ પહેલાં લોકાર્પણ પણ કરાયું હતું. જોકે, ત્યારબાદ ટાઉન હોલ અને તેના પ્રાંગણનું ધરખમ ભાડું વધારી દેવાયું હતું. આમ છતાં એની દેખભાળ પાછળ ધ્યાન આપવાની દરકાર લેવાઈ નથી. જેની સાક્ષી પૂરતો આ ફોટા સહિતનાનો અહેવાલ બોલતો પુરાવો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો