તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવ ઉઠી:ભુજ તાલુકામાં સાચા બી.પી.એલ. લાભાર્થીના ઓનલાઇન નામ ગાયબ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકામાં સાચા બી.પી.અેલ. લાભાર્થીના અોનલાઇન નામ ગાયબ થવાની સાથે અાવકનો દાખલો કઢાવવામાં પડતી મુશ્કેલી પડતી હોવાની રાવ ઉઠી છે.

અાવકનો દાખલો કઢાવવા માટે લોકોને મામલતદાર કચેરીના તાબા હેઠળના જનસેવા કેન્દ્રથી માંડીને તાલુકા પંચાયત સુધી સહી કરાવવાની પ્રક્રિયાથી લોકોના નાકે દમ અાવી જાય છે. વધુમાં સ્થાનિકે તલાટી સહમંત્રી દ્વારા બે વ્યક્તિઅોની હાજરીમાં પંચનામું કરવામાં અાવે છે તેમ છતાં લોકોને પોતાની અાવક છતી કરવા માટે ફરજિયાત સોગંદનામાનો અાગ્રહ કરાય છે. અેક સોગંનામા પાછળ રૂ.400થી રૂ.500નો ફટકો ગરીબ વર્ગને પડે છે. અમુક ગામોમાં તલાટી સ્થાનિકે હાજર રહેતા ન હોવાથી તેમને તાલુકા પંચાયતમાં શોધવા પડે છે. કોરોનાના પગલે સરકારે હાલે મફત અનાજ વિતરણની જાહેરાત કરી છે પરંતુ અમુક સાચા બી.પી.અેલ. લાભાર્થીઅોના નામ અોનલાઇન બતાવતા ન હોઇ અાવા લાભાર્થીઅોના નામ ચડાવવા સહિતના મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી ધનજી અાર. મેરિયાઅે ભુજના મામલતદારને રૂબરૂ રજૂઅાત કરી હતી. તલાટીઅોની મિટિંગમાં અા સમસ્યાનો નીવેડો લાવવા તાલુકા વિકાસ અધિકારીને જણાવવાની સાથે બી.પી.અેલ. લાભાર્થીઅોને અનાજ મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવાની ખાતરી મામલતદારે અાપી હોવાનું મેરિયાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...