તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જુના લાઇસન્સના રેકર્ડ RTOમાં ન હોવાથી પરેશાની

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી કંપની અને COTના વાંકે કચ્છના અરજદારો થઇ રહ્યા છે હેરાન
 • કમીશ્નર કક્ષાએથી ડેટા આવ્યો ન હોવાથી બેકલોગ કામગીરી ખોરવાઇ
 • ભુજમાં 500થી વધુ લાઇસન્સની બેકલોગ માટેની અરજીઓ પેન્ડિંગ

વર્ષ 2 હજારની સાલથી 2010 સુધી ખાનગી કંપનીઓ લાઇસન્સની કામગીરી સંભાળતી હતી, જે કંપનીઓએ કમીશ્નર કચેરી ગાંધીનગર ખાતે ડેટા જમા કરાવ્યો હતો. જો કે, એક દાયકાના સમય દરમિયાન બેથી ત્રણ જુદી જુદી કંપનીએ કામગીરી કરી હોવાથી અમુક ડેટા ઉપલબ્ધ નથી. હાલમાં ભુજની કચેરીએ 500થી વધુ અરજદારોના લાઇસન્સ બેકલોગની અરજીઓ પેન્ડિંગ છે. કમીશ્નર કચેરી અને કંપનીના વાંકે અરજદારો હેરાન થઇ ચુકયા છે. 2000થી 2010 સુધીના સાલમાં જે અરજદારોએ લાઇસન્સ ઇસ્યુ કરાવ્યા હોય તે લોકોના 2020માં લાઇસન્સ મર્યાદા પુર્ણ થતી હોવાથી રીન્યુ કરાવવાના હોય છે.

તે સમયે ખાનગી કંપનીઓ લાઇસન્સ ઇસ્યુ કરતી હતી, આ એક દાયકાના સમયગાળા દરમિયાન બેથી ત્રણ કંપનીઓએ કામગીરી કરી ડેટા કમીશ્નર ઓફીસને સોંપ્યો હતો. લાઇસન્સ રીન્યુ કરાવવો હોય તો અરજદારને બેકલોગ કરાવવાનું હોય છે બેકલોગ એટલે લાઇસન્સ ઓનલાઇન કરાવવું પડે છે બાદમાં જ અરજી ઓનલાઇન થઇ શકે છે. અરજદારો બેકલોગ માટે પ્રોસેસ કરે છે તો આરટીઓમાં તેમના રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી અહીં કામગીરી તેમજ વેરિફિકેશન થઇ શકતું નથી. કમીશ્નર કચેરીએથી આવેલા રેકર્ડમાં તેમના લાઇસન્સ નંબર ન હોવાથી કામગીરી આગળ ધપી શકતી નથી.

આ એક દાયકાના સમયગાળા દરમિયાન અમુક અમુક સમયગાળાના રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી લોકો પોતાના લાઇસન્સ બેકલોગ કરાવી શકતા નથી. કમીશ્નર કચેરી પાસેથી માર્ગદર્શન મેળવવા તેમજ આ પ્રશ્નના હલ માટે અનેક વખત ભુજની કચેરીએથી પત્ર લખાયા બાદ પણ યોગ્ય માર્ગદર્શન કે નિરાકરણ નીકળતો હોય તેવો જવાબ મળ્યો નથી. આમ કમીશ્ન્ર કચેરી અને ખાનગી કંપનીના વાંકે 500થી વધુ અરજદારોને હેરાનગતી ભોગવવાનો વારો આવ્યો છે.

કમીશ્નર કચેરીએથી યોગ્ય માર્ગદર્શન માટે પત્ર લખાયો છે .: એઆરટીઓ
આ અંગે આરટીઓમાં લાઇસન્સની કામગીરી સંભાળતા એઆરટીઓ નીરવ બક્ષી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બેકલોગની કામગીરી કંપનીએ કમીશ્નર ઓફીસમાં આપેલા રેકર્ડ પરથી કરવામાં આવે છે, પીડીએફમાં જે અરજદારોના લાઇસન્સ નંબર છે તેમના બેકલોગ કરી દેવાય છે બાકી ખાનગી કંપનીએ અમુક રેકર્ડ કમીશ્નર ઓફીસને આપ્યું ન હોવાથી બેકલોગ અને રીન્યુની કામગીરી અટવાઇ છે. કમીશ્નર ઓફીસે યોગ્ય માર્ગદર્શન માટે પત્ર લખાયો છે. તો આ સમયગાળા દરમિયાન કોઇ અરજદારનું વાહન ડિટેઇન કરવામાં આવશે અથવા તો ડીએ ભરવાની પ્રક્રિયા કરવી હશે તો જુનુ લાઇસન્સ માન્ય ગણવામાં આવશે અને દંડ લેવામાં આવશે નહીં જેથી અરજદારને રાહત મળે.

જો લાઇસન્સ એક વર્ષની અંદર રીન્યુ ન થાય તો ટેસ્ટ આપવી પડે
લાઇસન્સ રીન્યુ કરાવવું હોય તો મુદ્દત પુર્ણ થયાના એક વર્ષ દરમિયાન ગમે તે સમયે કરાવવાનો હોય છે. છેલ્લા કેટલાક સમયથી જે લાઇસન્સનો રેકર્ડ ઉપલબ્ધ ન હોવાથી બેકલોગ તેમજ રીન્યુની કામગીરી આગળ ધપી શકી નથી. આમ, એક વર્ષથી ઉપર સમયગાળો વિતી જશે તો જે વર્ગ ધરાવતા હોય તેની ફરીથી સરકારી ફી ભરી અને ટેસ્ટ આપવાનો વખત આવે તેવી પરીસ્થિતિ નિર્માણ પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો