હાલાકી:પેન્શનરોના અવસાન બાદ તેમના સંતાનોને સહાય માટે પડતી મુશ્કેલી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીપત્રનો હવાલો આપી પંચનામાનો રખાતો ધરાર આગ્રહ
  • પૂરતી જાણકારીના અભાવે લોકોને પડતા ધરમના ધક્કા

પેન્શનરના અવસાનના કિસ્સામાં તેમના સંતાનોને મરણોત્તર સહાય માટે પરીપત્રનો હવાલો અાપી ધરાર વારસાઇ પંચનામાના અાગ્રહ સહિત લાંબી પ્રક્રિયાના પગલે લોકોને મુશ્કેલી પડતી હોવાની રાવ ઉઠી છે. પેન્શનર કર્મચારી જયારે મરણ પામે ત્યારે તેને સરકાર તરફથી મરણોત્તર સહાય અપાય છે. પતિ પેન્શનર હોય અને તે મરણ પામે તો તેની પત્નીને પેન્શન અને મરણોત્તર સહાય તે જ રીતે પત્ની અવસાન પામે તો તેના પતિને સહાય મળે છે.

પરંતુ જયારે પેન્શનર મરણ પામે તો તેના સંતાનોને મરણોત્તર સહાય માટે વતનનું વારસાઇ પંચનામું, મામલતદારનું પ્રમાણપત્ર, નોટરી સમક્ષ થયેલું સોગંદનામું, રાશનકાર્ડની ઝેરોક્ષ સહિતના અાધારો અાપવા પડે છે. વધુમાં સંતાનોની ખરાઇ માટે જિલ્લા તિજોરી અધિકારી પાસે રૂબરૂ ખરાઇ કરવામાં અાવે છે. પેશન્શરના સંતાનો અા પક્રિયાથી અજાણ હોઇ તેઅોઅે સહાય મેળવવામાં ધરમના ધક્કા પડે છે. જે-તે પેન્શનરની સેવા તેના પુત્ર કે, પુત્રીઅે કરી હોય અને તમામ સંતાનોમાંથી કોઇ િવદેશ અથવા તો દેશના અન્ય રાજ્યમાં હોય તો તેને પણ ખરાઇ માટે જિલ્લા તિજોરી અધિકારી પાસે અાવવું પડે છે.

અમુક અેવા કિસ્સા સામે અાવી રહ્યા છે, જેમાં વતનનું વારસાઇ પંચનામું, મામલતદારનું પ્રમાણપત્ર, નોટરી સમક્ષ થયેલું સોગંદનામું, રાશનકાર્ડની ઝેરોક્ષ સહિતની પ્રક્રિયા સંપન્ન કર્યાને અેક વર્ષ જેટલો સમય થવા અાવ્યો હોવા છતાં મરણોત્તર સહાય મળી ન હોવાના અાક્ષેપ સાથે અંજારના નિવૃત્ત અે.અેસ.અાઇ. ગજાનંદ વિશ્વનાથ વ્યાસે જણાવ્યું હતું કે, અા મુદ્દે લોકોને પૂરતી જાણકારી અપાય અને જે પરીપત્રના અાધારે વારસાઇ પંચનામાનો અાગ્રહ રખાય છે તે રદ કરવાની સાથે પેન્શન મંડળના પ્રમુખોઅે અા મુદ્દો સરકાર સમક્ષ ઉઠાવવો જોઇઅે.

અન્ય સમાચારો પણ છે...