તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:કચ્છમાં જવાહરલાલ નહેરૂની 131ની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઇ

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતના પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્રય સંગ્રામના લડવૈયા તથા પંચશીલનો સિદ્ધાંત અાપનારા અેવા જવાહરલાલ નહેરૂની 131મી જન્મજયંતિ નિમિતે અનેક સંસ્થાઅો દ્વારા શ્રદ્ધાંજલિ અાપવામાં અાવી હતી. ભુજમાં પણ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ હતી. અા કાર્યક્રમમાં અાગેવાનો પી. સી. ગઢવી, ગનીભાઇ કુંભાર, રામદેવસિંહ જાડેજા, અલીમામદ જત, જગદીશ ઠક્કર, ફકીરમામદ કુંભાર, રઘુવિરસિંહ જાડેજા સહિતના અાગેવાનો જોડાયા હતા.

આજે ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની 131મી જન્મજયંતી નિમિતે ભુજના ટાઉનહોલ પાસે આવેલી તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકાની ટિમ દ્વારા હારારોપણ કરાયું જતું અને ભારત માટે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. આ પ્રસંગે પાલિકા નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, નગર સેવક ગોળવારીબેન ઠક્કર સહિતના સભ્યો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભુજ ખાતે પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની 131મી જન્મજયંતી સાથે બાલ દિનની ઉજવણી કરાઇ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સેવા કાર્યો કરવામાં આવ્યા હતા અને બાળકોને અલ્પાહાર પણ કરાવાયો હતો. સ્વ. નેહરૂની પ્રતિમાને સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી, મધુભાઈ ત્રિપાઠી, ઘનશ્યામ લાખાણી, જટુભાઈ ડુંડીયા તેમજ વિનોદભાઈ ગોર તેમજ જયશ્રીબેન ત્રિપાઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતી તેમજ દિવાળી નિમિતે અંજાર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના ડ્રાયવર, ચોકીદાર, પટ્ટાવાળા તેમજ સુપરવાઈઝરોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા દિવાળીની શહેરવાસીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો