તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાસુમન:બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરના નિર્વાણદિને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતના બંધારણના ઘડવૈયા અને કાયદા પ્રધાન ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની 64મી પુણ્યતિથિ (નિર્વાણદિન) નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ સ્થળે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

ભુજ નગરપાલિકા: નગરપાલિકા દ્વારા ડો.બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. પાલિકા પ્રમુખ લતાબેન સોલંકીનાં અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, નગરસેવકો ભૌમિકભાઇ વછરાજાની, કાસમભાઈ કુંભાર, ગોદાવરીબેન ઠક્કર, નરેશભાઈ મહેશ્વરી, અરવિંદ પિંડોરિયા, રમેશભાઈ મહેશ્વરી, મંદાબેન પટ્ટણી, હસ્મિતાબેન, નિશાબેન વગેરે હાજર રહ્યા હતાં.

કચ્છ કોંગ્રેસ: ભુજમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન પાસે આવેલી બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અપાયા હતા. આ પ્રસંગે ધર્મેન્દ્ર ગોહિલ, અલીમામદ જત, ગનીભાઇ કુંભાર, ફકીરમામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, ધીરજ રૂપાણી વગેરે પુષ્પાંજલિ અર્પી હતી તેમ જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરે જણાવ્યું છે.

અંજાર : અંજાર નગર પાલિકા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ભાગરૂપે પાલિકા પ્રમુખ રાજેશ ઠક્કરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દેવળિયા નાકા સ્થિત બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું.અંજાર શહેર અને તાલુકા અનુસૂચિત જાતિ વકીલ મંડળ દ્વારા મંડળના પ્રમુખ લાલજીભાઈ કે. મહેશ્વરીના અધ્યક્ષ સ્થાને બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેમજીભાઈ મહેશ્વરી, વિજયભાઈ ફુફલ, જખુભાઈ ફુફલ વગેરે હાજર રહ્યા હતા.

ભચાઉ : ભચાઉ તાલુકા અને શહેર દલિત સમાજ તેમજ ભીમા કોરેગાવ અને ભીમ સેના દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. વિરજીભાઇ દાફડા, સુરેશભાઈ કાંઠેચા, ખેતસીભાઈ મારુ, માલજીભાઇ બારૂપાર, નાયા પરમાર, ઉમેદભાઈ વાઘેલા અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભચાઉ : શહેરમાં કારીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો